રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે અભિનેત્રી કંગના રનૌતને નિશાન બનાવી હતી. કંગના વિશે શરદ પવારે કહ્યું કે તમે જવાબદારીપૂર્વક તેની વાત કરવાની અપેક્ષા રાખી શકતા નથી. આ ઉપરાંત શરદ પવારે ભીમા કોરેગાંવ અને મરાઠા અનામત અંગે પણ વાત કરી હતી.
નોંધનીય છે કે કંગના રનૌતએ કહ્યું હતું કે તે જે મકાનમાં રહે છે તે મકાન સાથે શરદ પવારનું નામ જોડાયેલું છે. આ મુદ્દે શરદ પવારે પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે "તમે જે વ્યક્તિ આ બોલી રહ્યા છે તેની સાથે જવાબદારીપૂર્વક બોલવાની અપેક્ષા રાખી શકતા નથી."
BMCએ 2018 માં ખાર સ્થિત આ બિલ્ડિંગને નોટિસ આપી હતી. અહીં પાંચમા માળે કંગનાનું નિવાસસ્થાન છે, જેમાં તેના કુલ ત્રણ ફ્લેટ છે. જો કે, આ કેસ કોર્ટમાં ગયો હતો. જેના પછી કોર્ટે કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો હતો. જોકે, BMC દ્વારા કંગનાની ઓફિસ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, BMCએ કંગના જ્યાં રહે છે તે મકાન પર કાર્યવાહી કરવા માટે સ્ટે દૂર કરવાની માંગ કરી છે.
ભીમા કોરેગાંવ કેસ
ભીમા કોરેગાંવ કેસ પર શરદ પવારે કહ્યું કે દરરોજ કોઈની ને કોઈની નક્સલવાદી તરીકે ધરપકડ કરવામાં આવી રહી છે. અમને લાગે છે કે આ ખોટું છે. અમે કેસની સમીક્ષા કરીશું અને નિષ્ણાતની સલાહ લઈશું. કેન્દ્રને NIA દ્વારા આ મામલો ઉઠાવવાનો અધિકાર છે. રાજ્ય સરકાર પાસે પણ આ સત્તા છે. અમે શું કરી શકાય છે તેના પર વિચાર કરી રહ્યા છીએ.
શરદ પવારે કહ્યું કે અમને લાગે છે કે આ મામલો યોગ્ય દિશામાં નથી જઈ રહ્યો. દરેકને નક્સલવાદી માનવું ખૂબ જ ખોટું છે. જો જરૂર પડે તો અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. તે જ સમયે મરાઠા આરક્ષણ અંગે શરદ પવારે કહ્યું કે મેં CM ઉદ્ધવ ઠાકરે સાથે મરાઠા આરક્ષણ અંગે ચર્ચા કરી નથી. રાજ્ય શક્ય તેટલી વહેલી તકે કોઈ રસ્તો શોધવા માંગે છે.
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સાથે અગાઉ કરી હતી બેઠક
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે સૂત્રો અનુસાર આ બેઠકમાં મરાઠા આરક્ષણની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે, બેઠકમાં કંગનાની ઑફિસ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ચર્ચા એ થઈ કે કે BMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાજ્ય સરકારની કોઈ દખલગીરી નથી અને તે રાજ્યનો મામલો નથી. આ મામલાને વધુ મહત્વ આપશો નહીં.
મહત્વનું છે કે શિવસેનાએ કંગના રનૌતને ટાર્ગેટ કરી તેને લઈને ઘેરાયેલી છે. તેને ગઠબંધનમાં જ ટેકો મળી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે NCP પ્રમુખ શરદ પવારે બીએમસીની કાર્યવાહીને બિનજરૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે બીએમસીની કાર્યવાહીથી કંગનાને બિનજરૂરી રીતે બોલવાની તક મળી છે. મુંબઇમાં બીજી ઘણી ગેરકાયદેસર મિલકતો અને બાંધકામો છે ત્યારે એ જોવાની જરૂર છે કે અધિકારીઓએ આ વિશે નિર્ણય કેમ લીધો નહીં.