નિવેદન / બિનસચિવાલયની પરીક્ષા અંગે શંકરસિંહ વાઘેલાના રાજ્ય સરકાર પર પ્રહાર

બિનસચિવાલયના ક્લાર્કની પરીક્ષા મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, ગુજરાત સરકારની લોકોને નોકરી ન આપવાની માનસિકતા છે. કોઈ પણ ઉમેદવારને નોકરી ન આપવી પડે તે માટે સરકાર દ્વારા કામ કરવામાં આવે છે. પરિણામ આવ્યા બાદ જે કોઈને હાઈકોર્ટમાં મુકવા માટે સરકાર દ્વારા આયોજન કરાય છે. હાઈકોર્ટમાંથી સ્ટે આવ્યા બાદ આખી વાત પૂરી થઈ જાય છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અને જો ભાજપના શાસનથી ખુશ નથી તો લોકોને સરકારને બદલવી જોઈએ. જો સરકાર સામે કઈ પણ કરવુ ન હો ય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ