રાજકીય ગરમાવો /
શંકરસિંહ વાઘેલા રાજકારણમાં સક્રિયઃ ગઇકાલે કોંગ્રેસ બાદ આજે આ પક્ષના નેતાનો કર્યો સંપર્ક
Team VTV12:42 PM, 04 Feb 21
| Updated: 01:06 PM, 04 Feb 21
શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનો સૂત્રો પાસેથી જાણકારી મળી છે.
શંકરસિંહ વાઘેલાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે સંપર્ક વધાર્યા
શંકરસિંહ વાઘેલાએ પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો કર્યો સંપર્ક
મયુર દવેના આ વખતે ભાજપની નહી મળે ટિકિટ
શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે મુલાકાત કરતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
શંકરસિંહ વાઘેલાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ મયુર દવેનો સંપર્ક કર્યો છે. મયુર દવેને આ વખતે ભાજપની ટિકિટ નહી મળે. છેલ્લી 5 ટર્મથી મયુર દવે ચૂંટાઇ છે.
શંકરસિંહ અને મયુર દવેના સંપર્કથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે સંપર્ક વધાર્યાં. આમ શંકરસિંહ વાઘેલા સક્રિય થતા રાજકીય માહોલ ગરમાયો છે.