બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ચહેરાની સુંદરતા નહીં...' મહાકુંભમાં સાધ્વી હર્ષાની હરકતથી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ભડક્યા

મહાકુંભ 2025 / 'ચહેરાની સુંદરતા નહીં...' મહાકુંભમાં સાધ્વી હર્ષાની હરકતથી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ભડક્યા

Last Updated: 06:48 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sadhvi Harsha Richhariya : હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya)ને મહાકુંભ પહેલા અમૃત સ્નાનમાં સામેલ કરવા અને તેમને મહામંડલેશ્વરના શાહી રથ પર બેસાડવાને લઈને વિવાદ, હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું સામે આવ્યું નિવેદન

Sadhvi Harsha Richhariya : પ્રયાગરાજના મહાકુંભમાં ચર્ચાનો વિષય બનેલી મોડલ અને એન્કર હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) ને લઈને નવો વિવાદ શરૂ થયો છે. હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya)ને મહાકુંભ પહેલા અમૃત સ્નાનમાં સામેલ કરવા અને તેમને મહામંડલેશ્વરના શાહી રથ પર બેસાડવાને લઈને વિવાદ ઉભો થયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને આ બિલકુલ પસંદ નહોતું. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યુ કે, મહાકુંભમાં આવી પરંપરા શરૂ કરવી સંપૂર્ણપણે ખોટી છે. આ વિકૃત માનસિકતાનું પરિણામ છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ હૃદયની સુંદરતા જોવી જોઈતી હતી.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યુ કે, તેમણે કહ્યું કે જે વ્યક્તિએ હજુ સુધી નિર્ણય લીધો નથી કે સંન્યાસની દીક્ષા લેવી કે લગ્ન કરવા, તેને સંત મહાત્માઓના શાહી રથમાં સ્થાન આપવું યોગ્ય નથી. ભક્ત તરીકે હાજર રહેવું સારું હતું, પણ ભગવા વસ્ત્રોમાં રાજવી રથ પર બેસવું એ સાવ ખોટું છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, સનાતન પ્રત્યે સમર્પણ હોવું જરૂરી છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ મનની સુંદરતા જોવી જોઈતી હતી. જેમ પોલીસમાં ભરતી થયેલા લોકો માટે જ પોલીસ યુનિફોર્મ ઉપલબ્ધ છે તેવી જ રીતે માત્ર સન્યાસીઓને જ કેસરી વસ્ત્રો પહેરવાની છૂટ છે.

સૌથી સુંદર સાધ્વી તરીકે ચર્ચામાં

હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ મહારાજના શિષ્ય છે અને મૂળ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના છે. સાધ્વી હોવા ઉપરાંત હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેમના વાયરલ વીડિયો અને તસવીરો જોઈને તેમના ફેન્સ તેમને મહાકુંભ 2025 ફેમનું બિરુદ આપી રહ્યા છે. હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) સાધ્વી હોવાના કારણે રાતોરાત ફેમસ નથી થઈ ગયા, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના વાયરલ થવાનું અને ફોલોઅર્સ વધવાનું મુખ્ય કારણ તેમની સુંદરતા છે. હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) મહાકુંભ 2025માં આવનારી સૌથી સુંદર સાધ્વી હોવાનું કહેવાય છે.

ઈન્સ્ટા પર ફોલોઅર્સ અચાનક વધી ગયા

સાધ્વી હર્ષા કહે છે કે, સોશિયલ મીડિયા પર 13 જાન્યુઆરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગભગ 667 હજાર ફોલોઅર્સ હતા જ્યારે 14 જાન્યુઆરીએ એક દિવસમાં તેના ફોલોઅર્સની સંખ્યામાં અચાનક વધારો થયો અને તેના ફોલોઅર્સ 10 લાખ સુધી પહોંચી ગયા. એટલે કે એક દિવસમાં હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya)ના ફોલોઅર્સમાં 3 લાખ 33 હજારનો વધારો થયો છે.

સાધ્વીના રૂપમાં વાયરલ થયા બાદ લોકો હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya)ની જૂની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહ્યા છે. આ બધામાં તે કેટલાક શોમાં એન્કરિંગ કરતાં જોવા મળે છે, જ્યારે કેટલાકમાં તે ભક્તિ આલ્બમ્સમાં અભિનય કરતાં જોવા મળે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ બાયો તેમના આધ્યાત્મિક જોડાણ અને ઉત્તરાખંડ સાથેના જોડાણ વિશે પણ વાત કરે છે. તેમની મોટાભાગની પોસ્ટ ધાર્મિક વિષયો પર કેન્દ્રિત છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે વાત કરતાં જોવા મળે છે. જેના કારણે તેમને ઘણી વખત ધમકીઓ પણ મળી ચુકી છે.

વધુ વાંચો : VIDEO : 'હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં'... કુંભની રુપવતી' સાધ્વી હર્ષાએ કર્યું આ કામ, વીડિયો જોઈને જાણી જશો

બે વર્ષ પહેલા બન્યા હતા સાધ્વી

પોતાની સુંદરતાના કારણે લાઇમલાઇટમાં આવેલ સાધ્વી હર્ષા રિછારિયા (Sadhvi Harsha Richhariya) કહે છે કે, બે વર્ષ પહેલા સાંત્વનાની શોધમાં તે આધ્યાત્મિકતા તરફ ઝૂકી ગયા હતા ને જીવનમાં જે કંઈ કરવા માંગતા હતા તે છોડીને તેમણે સાધ્વી બનવાનો રસ્તો પસંદ કર્યો હતો. તે એક એન્કર રહ્યા છે, શો હોસ્ટ કરતાં હતા અને મુસાફરીને પસંદ કરતા હત, તેથી તે ટ્રાવેલ બ્લોગ્સ બનાવતા હતા. ગ્લેમરસ લાઈફ છોડીને તેઓ શાંતિની દુનિયામાં ખુશ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sadhvi Harsha Richhariya Mahakumbh 2025 Avimukteswaranand Saraswati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ