શનિદેવ કર્મો અનુસાર આપે છે ફળ, પરંતુ કુંડળીમાં આ સ્થાને હશે શનિદેવની હાજરી તો તમને થશે ન ધાર્યો હોય તેવો લાભ
શનિદેવ છે કર્મોના દેવતા
સારા કાર્યો કરશો તો સારુ જ ફળ આપશે
શનિદેવ જન્મકુંડળીમાં કયા ભાવમાં છે તે જોવુ મહત્વનું
કર્મ અને ન્યાયના દેવતા શનિદેવ વ્યક્તિના કાર્યો પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો કરે છે તેઓનો બેડો પાર કરે છે, જ્યારે ખરાબ કાર્યો કરનારાઓને રસ્તા પર લાવવામાં સમય પણ લગાડતા નથી. શનિના પ્રકોપને કારણે વ્યક્તિ જ નહીં દેવતાઓ પણ કંપી ઉઠે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની કૃપા પોતાના જીવનમાં જળવાઈ રહે. એવું માનવામાં આવે છે કે શનિની સાડાસાતી, ઢૈયા અને મહાદશાથી પીડિત લોકોને તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શનિ જન્મકુંડળીમાં કયા ભાવમાં હોવો જોઇએ
શનિથી પીડિત લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યારે જે લોકો પર શનિની કૃપા વરસે છે, તેઓને શનિદેવ રંકમાંથી રાજા બનાવી દે છે. ત્યારે આજે આપણે જાણીશું કે શનિ કયા ભાવમાં હોય તો તે વ્યક્તિને શનિની કૃપા મળે છે. પરંતુ વૈવાહિક જીવન માટે તે શુભ માનવામાં આવતું નથી.
કુંડળીના આ ભાવમાં શનિ હોવુ શુભ
જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે જન્મકુંડળીના સાતમા ભાવમાં શનિનું હોવું ફાયદાકારક છે. આ સમયગાળામાં વ્યક્તિને વ્યવસાય-નોકરીમાં પ્રમોશન મળે. તેમજ સન્માન વધે છે. જો કોઈ વ્યક્તિ નવો વ્યવસાય વગેરે શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો તેવા સમયે જો શનિ કુંડળીમાં આ સાતમા ભાવમાં હોય તો નવો વ્યવસાય શરૂ કરવામાં તકલીફ આવતી નથી. ઉપરાંત વ્યક્તિને પારિવારિક સંપત્તિનો લાભ મળે છે. આ સમય દરમિયાન વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે.
આ ભાવ લગ્ન જીવન માટે યોગ્ય નહીં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં શનિનું સાતમા ભાવમાં હોવું વેપાર-નોકરી વગેરે માટે શુભ માનવામાં આવે છે. પરંતુ તે વ્યક્તિના લગ્ન જીવન માટે શુભ નથી. સાતમા ભાવમાં શનિની હાજરીને કારણે વ્યક્તિનું વિવાહિત જીવન તણાવથી ભરેલું રહે છે. પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને અણબનાવ થાય છે. પરંતુ જ્યારે શનિ નીચલા ભાવમાં હોય તો વ્યક્તિ કામાંધ થઇને વિચિત્ર સંબંધો બાંધી શકે છે. વળી અવિવાહિત લોકોને લગ્નમાં વિલંબનો સામનો કરવો પડે છે.