shanidev blessing you if you are getting money suddenly
જ્યોતિષ /
જો શનિવારના દિવસે તમને મળી રહ્યા હોય આ સંકેત, તો સમજી જજો શનિદેવ તમારા પર છે મહેરબાન
Team VTV01:16 PM, 21 Jun 22
| Updated: 02:56 PM, 24 Jun 22
શનિદેવ જો ખુશ હશે તો વરસાવશે અઢળક ધનસમૃદ્ધિ, જો તમારા જીવનમાં પણ થતો હોય આકસ્મિક ધનલાભ તો સમજવુ શનિદેવ છે પ્રસન્ન
શનિદેવ છે ન્યાયના દેવતા
શનિની કૃપાથી મળે છે અઢળક ધનસંપત્તિ
આકસ્મિક ધનલાભ થાય તે શનિદેવની કૃપા
ન્યાયના દેવતા અને કર્મો અનુસાર ફળ આપનાર ભગવાન શનિની કૃપાથી વ્યક્તિનું જીવન દરેક સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. અને જો શનિદેવ કોપાયમાન થાય તો બધુ જ તહેસનહેસ કરી નાંખે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિથી તમારુ જીવન બરબાદ થઇ જતા વાર નથી લાગતી. આથી શનિદેવથી બધા ખૂબ ડરે છે. જેવી રીતે શનિની સાડાસાતી અને ઢૈયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી જ રીતે શનિદેવ જ્યારે પ્રસન્ન થાય ત્યારે તમારી નામનામાં વધારો થાય છે. પરંતુ શનિદેવ પ્રસન્ન ક્યારે છે તે જાણવા માટે તમને કેટલાક સંકેતો આપે છે જે જાણી લેવા ખૂબ જરૂરી છે.
શનિ દેવ પ્રસન્ન હોવાના છે આ સંકેતો
જે રીતે જીવનમાં શનિના અશુભ થવાના સંકેતો સ્પષ્ટ દેખાય છે, તેવી જ રીતે શનિના શુભ હોવાના કે શનિદેવના આશીર્વાદ મળવાના સંકેતો પણ છે. ચાલો જાણીએ કે એવા કયા સંકેતો છે જે દર્શાવે છે કે વ્યક્તિ પર શનિદેવની કૃપા થવા લાગી છે અથવા થવા જઈ રહી છે.
જો શનિવારના દિવસે જૂતા કે ચપ્પલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે જણાવે છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન થયા છે અને હવે તમારા બધા કામ એક પછી એક થવા લાગશે.
જો તમને અચાનક ક્યાંકથી પૈસા મળી જાય અથવા તમે ઝડપથી અમીર બનવા લાગ્યા તો સમજી લો કે તમારા પર શનિદેવની કૃપા છે. શનિ અપાર ધન અને ઐશ્વર્યના દાતા છે. જ્યારે આવું થાય, ત્યારે ઘણું દાન કરો. ગરીબોને મદદ કરો.
જો તમારી પ્રતિષ્ઠા ઝડપથી વધી રહી છે, તો સમજી લો કે આ તમારા પર શનિની કૃપાનું પરિણામ છે. જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિની કીર્તિ દૂર દૂર સુધી ફેલાય છે. આવી સ્થિતિમાં શનિદેવનો આભાર માનો અને તેમની પૂજા કરો.
શનિની કૃપાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમારું સ્વાસ્થ્ય સતત સારું રહે છે, કોઈપણ પ્રકારની પરેશાની થતી નથી, તો આ પણ શનિદેવની કૃપાનો સંકેત છે. જ્યારે આવું થાય ત્યારે દર્દીઓને મદદ કરવા માટે દાન કરો. તેમજ શનિવારે શનિ મંદિરમાં જઈને તેની પૂજા કરો.