બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / જો તમારી પણ છે આ રાશિ, તો હવે ખરાબ દિવસોનો અંત, શનિની સાડાસાતીથી પણ મળશે છૂટકારો
Last Updated: 08:59 PM, 9 August 2024
શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે દર અઢી વર્ષે રાશિ બદલતા હોય છે, જેનો પ્રભાવ દરેક રાશિ જાતકોના જીવન પર જોવા મળે છે. અમુક રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થાય, તો અમુક પરથી પૂરી થાય છે. અત્યારે શનિ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિ આ રાશિમાં રહીને સાડાસાતીના બીજા ચરણમાં આ રાશિના જાતકોની પરેશાની વધારે છે. શનિ કર્મ ફળદાતા તરીકે ઓળખાય છે એટલે આ રાશિના જાતકોને પોતાના કર્મો પર ધ્યાન રાખવું અને કોઈ એવું કામ ન કરવું કે જેનાથી શનિ દેવાના ગુનેગાર બનાય.
ADVERTISEMENT
2025 સુધી મળશે દંડ
ADVERTISEMENT
શનિ દેવ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે, પછી ગોચર બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ દેવના મીન રાશિમાં પ્રવેશતા જ કુંભ રાશિના જાતકો પરથી સાડાસાતીનું બીજું ચરણ પૂરું થાય છે અને ત્રીજા ચરણની શરૂઆત થાય છે. શનિનું ત્રીજુ ચરણ શરૂ થાય થોડી રાહત આપે છે, તો અમુક જાતકોને લાભ પણ આપે છે. જોકે શનિ કુંભ રાશિના દાતા છે જેથી તેમના પ્રત્યે દયાળુ રહે છે.
આ જ રીતે 29 માર્ચ 2025થી કુંભ રાશિવાળા જાતકો પરથી શનિની સાડાસાતીનું બીજું ચરણ પૂરું થશે અને 3 જૂન 2027થી ત્રીજું ચરણ પણ પૂરું થઈ જશે, પછીથી કુંભ રાશિના જાતકોને શનિના પ્રકોપથી છૂટકરો મળશે.
શનિ દેવને કઈ રીતે રાજી કરવા?
શનિ દેવની સાડાસાતી ચાલુ હોય ત્યારે તેમણે રાજી કરવાનો પ્રયત્ન કરી શકાય છે. સાથે સારા કામ કરવાથી શનિનો સાડાસાતીની અસર ઓછી થાય છે.
શનિની સાડાસાતી ચાલુ હોય ત્યારે કોઈ પણ નિર્બળ, વૃદ્ધ, અબળા સ્ત્રી અને ગરીબને પરેશાન કે તેમનું શોષણ ન કરવું.
સાડાસાતી દરમિયાન શનિવારે માંસ કે દારૂનું સેવન ન કરવું તેના સ્થાને શનિ દેવને તેલ ચઢાવવું અને પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો.
ગરીબોની સેવા કરવી અને શક્ય હોય તો દાન પણ કરવું.
શનિ દેવના આરાધ્ય દેવ શિવની પૂજા કરવી, ગંગાજળ ચઢાવવું. પૂજા કરવાથી શનિદેવ અને શિવ બંનેની કૃપા થાય છે.
વધુ વાંચો: બસ હવે માત્ર 3 દિવસની રાહ, શુક્ર ત્રણ રાશિ પર થશે મહેરબાન, ખૂંટે નહીં એટલા પૈસા કમાશો
તમારી પરિસ્થિતિ પ્રમાણે શનિવારે જરૂરિયાતમંદને કાળા ધાબળા, ચામડાના ચપ્પલ, કાળા કપડાં અને શક્ય હોય તો રૂપિયાની મદદ કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગણપતિ બાપ્પા મોરિયા / વિસર્જન માટે આજે કયો સમય શ્રેષ્ઠ છે, જાણો શુભ મુહૂર્ત અને વિસર્જન માટેના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT