shani rashi parivartan 2023 saturn transit in kumbh rashi know what will be its effect
કર્મફળદાતા /
શનિનો અનેક ગ્રહો સાથે સંયોગ: સાડાસાતીમાં આવશે ફેરફાર, અનેક રાશિને થશે લાભ, જાણો ઉપાય
Team VTV03:54 PM, 27 Jan 23
| Updated: 03:57 PM, 27 Jan 23
શનિ ગ્રહને લઇને લોકોના મનમાં ભય રહે છે. લોકોને લાગે છે શનિ ઉગ્ર ગ્રહ છે. ધાર્મિક દ્રષ્ટિએ શનિ ગ્રહને શનિ દેવ તરીકે પૂજવામાં આવે છે. જેને સૂર્યનો પુત્ર માનવામાં આવ્યો છે. તો ખગોળ વિજ્ઞાન મુજબ, શનિ ગ્રહને એક એવો ગ્રહ માનવામાં આવે છે, જેની ચારેબાજુ વલય હોય છે.
કુંભ રાશિમાં શનિ સાથે અનેક ગ્રહોનો સંયોગ
જાણો, કઈ રાશિના જાતકોને આવશે સારા દિવસ
સાડાસાતી અને ઢૈયાની સ્થિતિ કેવી થશે
શનિના રાશિ પરિવર્તનનો શું છે મામલો
શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. આ રીતે એક રાશિમાં ફરી વખત લગભગ 30 વર્ષમાં આવે છે. અત્યાર સુધી શનિ મકર રાશિમાં હતા અને 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં ગયા છે. કુંભ રાશિ શનિની મૂળત્રિકોણ રાશિ છે. શનિનુ કુંભ રાશિમાં જવુ વધારે શુભ રહેશે. શનિનુ આ રાશિ પરિવર્તન ઘણા તબક્કે ખાસ છે. આ સાથે શનિથી થતી સાડાસાતી અને ઢૈયાની સ્થિતિ પણ શનિના રાશિ પરિવર્તનની સાથે બદલાઈ જાય છે.
સાડાસાતી અને ઢૈયાની સ્થિતિ કેવી થશે
ધન રાશિમાં સાડાસાતી સમાપ્ત થશે. કુંભ રાશિમાં સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઇ જશે. મકર પર સાડાસાતીનો અંતિમ તબક્કો શરૂ થઇ જશે. મીન રાશિ પર સાડાસાતી શરૂ થશે. મિથુન અને તુલા રાશિની ઢૈયા સમાપ્ત થશે. કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયા આરંભ થશે.
શનિની સ્થિતિ સારી હશે તેમને શનિની સાડાસાતી ઉત્તમ ફળ આપશે
જે વ્યક્તિની જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ સારી હશે તેમને શનિની સાડાસાતી ઉત્તમ ફળ આપશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિની સાડાસાતી સારું ફળ આપે છે અને ખરાબ ફળ પણ આપે છે. આ સાથે જે રાશિઓની ઢૈયા ચાલી રહી છે એવા જાતકોએ પોતાની માતાનો આરોગ્યનો ખ્યાલ રાખવો પડશે. જેની કુંભ રાશિ છે, તેવા જાતકો માટે આ સાડાસાતી વરદાન સાબિત થશે.
શું થશે દેશ-દુનિયા પર અસર
શનિના રાશિ પરિવર્તનથી દુનિયામાં સ્થિરતા આવશે. વિશ્વભરની મંદીની સ્થિતિમાં ફેરફાર થશે. જો કે, લોકશાહીની સ્થિતિ મજબૂત થશે. જનતા માટે તમામ કલ્યાણકારી યોજનાઓ બનશે. ન્યાય વ્યવસ્થા વધુ સક્રિય થશે. દેશ દુનિયા માટે ઘણા મોટા નિર્ણય લેવાઈ શકાય છે. શનિના ગોચરના પ્રભાવથી ખાદ્યાન્ન પર સારો પ્રભાવ પડશે. ભારત દેશ-વિદેશમાંથી ઓછા ભાવે ક્રૂડ ઑઈલ અને ગેસ ખરીદવામાં સફળ રહેશો. જેનાથી દેશમાં આ વસ્તુઓમાં કોઈ કમી નહીં થાય. અલગ-અલગ રાજ્યોમાં થતી ચૂંટણીમાં શનિના પ્રભાવથી ઉતાર-ચઢાવ જોવા મળશે.