બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ગ્રહ શનિનો પાવર આવતીકાલથી થશે બમણો, એક ભૂલ કરી તો પાયમાલી પાક્કી

જ્યોતિષ / ગ્રહ શનિનો પાવર આવતીકાલથી થશે બમણો, એક ભૂલ કરી તો પાયમાલી પાક્કી

Last Updated: 06:38 PM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024 એ શનિનું વર્ષ છે. શનિ ગ્રહને ક્યારેય પણ કમજોર સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં. જે લોકો આવી ભૂલ કરે છે તેને શનિ કંગાળ કરી દે છે.

આવતીકાલ એટલે કે 15 નવેમ્બરથી શનિ ગ્રહ માર્ગી થઈને પોતાની ચાલ બદલશે અને તે પહેલા કરતાં પણ વધારે શક્તિશાળી થઈ જશે.

દેશ-દુનિયામાં પડશે પ્રભાવ

શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. સ્વયં મહાદેવે તેમને આ દરજ્જો આપ્યો છે. જો તમારા પર શનિદેવની કૃપા ઉતરે તો તે તમને રાતોરાત કરોડપતિ બનાવી દે અને તે કોપાયમાન થાય તો રાજામાંથી રંક પણ બનાવી દે. આવતીકાલ એટલે કે 15 નવેમ્બરને કારતક પૂનમમાં દિવસે લગભગ 139 દિવસ પછી શનિ પોતાની ચાલ બદલશે જેની અસર દેશ અને દુનિયામાં દેખાશે.

શનિનું આ પરિવર્તન મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ ને મીન રાશિના જાતકોને વ્યાપક અસર કરશે.

શનિ દેવતા ક્યારે આપે છે દંડ?

શનિ દેવ તેમની ગોચર અવસ્થામાં દંડ આપતા હોય છે. શનિની સાડા-સાતી, શનિની મહાદશા તે લોકોને ખાસ અસર કરે છે જે લોકો ખોટાં કામ કરે છે. જેના પર શનિની ખરાબ નજર પડે છે તેમના કોર્ટ-કચેરીના ધક્કા વધી જાય છે. સંબંધોમાં ફૂટ પડાવે છે. ધનના વ્યયની સાથે તમારા નોકરી કે ધંધાને પણ માઠી અસર કરે છે. શનિ જેના પર કોપાયમાન થાય તેને રાજામાંથી રંક પણ બનાવી દે છે. આથી જ શનિ દેવથી હંમેશા સાવધાન રહેવું જોઈએ.

વધુ વાંચો: ધનલાભના યોગ, બિઝનેસમાં પ્રગતિ, 28 ડિસેમ્બર આવતા જ બદલાઇ જશે આ 3 જાતકોનું ભાગ્ય, કારણ શુક્ર-શનિની યુતિ

શનિ દેવને ખુશ કરવાના ઉપાય

  • શનિવારના દિવસે શનિ મંદિરે જઈને સરસિયાનું તેલ ચઢાવવું.
  • રોજ શનિ ચાલીસાનો પાઠ કરવો.
  • ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી.
  • જીવ-જંતુ અને આસપાસ રહેલા અન્ય જીવોનું ધ્યાન રાખવું.
  • શનિ બીજ મંત્ર - ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः નો નિયમિત જાપ કરવો જોઈએ.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shani Margi Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ