પગ, હાથ અથવા ગળામાં ઘણા લોકો કાળો દોરો ધારણ કરે છે. જેની પાછળ ઘણા કારણ હોય છે. ધર્મ અને જ્યોતિષમાં કાળો દોરો ધારણ કરવાના ફાયદા જણાવવામાં આવ્યાં છે. કાળા રંગનો સંબંધ શનિ દેવ સાથે છે. દર વર્ષે જયેષ્ઠ મહિનાની અમાવસ્યાના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે.
ધર્મ અને જ્યોતિષમાં કાળો દોરો ધારણ કરવાથી થાય છે આ ફાયદા
શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય
પગમાં કાળો દોરો બાંધવાથી શનિના પ્રકોપમાંથી મળે છે રાહત
30મેના રોજ શનિ જયંતિ
આ વર્ષે 30મેના રોજ શનિ જયંતિ છે. આ દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલા ઉપાય ઝડપથી અસર બતાવે છે. એવા જાતક જેની કુંડળીમાં શનિ દોષ છે અથવા શનિની સાડાસાતીથી ગ્રસિત છે, એવા જાતકોએ આ દિવસે જરૂરી ઉપાય કરી લેવા જોઈએ. આ ઉપાયમાં કાળો દોરો ધારણ કરવાનુ પણ સામેલ છે.
કાળો દોરો બાંધવાથી થાય છે સકારાત્મકતાનો સંચાર
જ્યોતિષ, વાસ્તુ મુજબ શરીર પર કાળો દોરો બાંધવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. આ સિવાય પગમાં કાળો દોરો બાંધવાથી શનિની સાથે-સાથે રાહુ-કેતુ ગ્રહોના પ્રકોપમાંથી પણ રાહત મળે છે. જેનાથી શનિ દોષ દૂર થાય છે અને શનિ દોષના કારણે આવનારી સમસ્યાઓમાંથી બચાવ પણ થાય છે.
આ છે પગમાં કાળો દોરો બાંધવાની યોગ્ય રીત
આમ તો શનિ જયંતિના દિવસે કાળો દોરો ધારણ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. આ સિવાય શનિવારના દિવસે પણ કાળો દોરો પહેરી શકો છો.
કાળા દોરામાં 9 ગાંઠ લગાવો. ત્યારબાદ તેને શનિ મંદિર અથવા ભૈરવ મંદિરમાં જઇને ધારણ કરો. આવુ કરવાથી સારા પરિણામ મળે છે.
કાળો દોરો શુભ મૂહૂર્તમાં ધારણ કરો, જેમકે અભિજીત અથવા બહ્મ મુહૂર્ત.
કાળો દોરો પહેર્યા બાદ 21 વખત શનિના બીજ મંત્રનો જાપ કરો.