બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 12:57 PM, 19 May 2023
ADVERTISEMENT
શનિદેવ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે રાશિના જાતકોના કર્મ ખરાબ હોય, શનિદેવ તે રાશિના જાતકોને ખૂબ જ કષ્ટ આપે છે. શનિદેવ સૌથી ધીમી ચાલ ચાલનાર ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ જ રાશિમાં રહેશે. શનિના ગોચરને કારણે શશ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગના કારણે કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી જશે, તો કેટલીક રાશિના જાતકોનું નસીબ ઉઘડી જશે.
શશ મહાપુરુષ યોગનું નિર્માણ?
આ યોગ પંચમહાપુરુષ યોગમાંથી એક માનવામાં આવે છે. જ્યારે શનિ કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા થવા લગ્નથી કેન્દ્રના ભાવમાં હોય તો શનિ ચંદ્રમા અથવા લગ્નથી 1, 4, 7 અથવા 10માં ભાવમાં કુંભ, તુલા અથવા મકર રાશિમાં હોય તો આ યોગનું નિર્માણ થાય છે.
ADVERTISEMENT
આ રાશિના જાતકોનું નસીબ ઉઘડી જશે
મેષ-
શશ મહાપુરુષ યોગના કારણે આ રાશિના જાતકોના જીવનમાં સારા સમાચાર આવી શકે છે. તમામ ક્ષેત્રે સફળતા મળશે. જે પણ કામ અટકેલા હશે, તે કામ પૂર્ણ થશે. આર્થિક પરેશાની દૂર થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે.
વૃષભ-
શશ મહાપુરુષ યોગના કારણે આ રાશિના જાતકોનું નસીબ સાથ આપશે. કરિઅર અને નોકરીમાં અપાર સફળતા મળશે. આર્થિક પરેશાની દૂર થશે અને નાણાંમાં વૃદ્ધિ થશે. જે પણ કામ અટકેલા હશે, તે કામ પૂર્ણ થશે.
કન્યા-
કન્યા રાશિના જાતકોની કુંડળીના છઠ્ઠા ભાવમાં શશ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. બિઝનેસમાં નફો થવાની સંભાવના છે. તમારા સાહસથી તમે કોઈપણ પડકાર ઝીલી શકો છો. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે.
કુંભ-
શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી અહીંયા જ રહેશે. આ રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની તક મળશે. પરિણીત જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે. આર્થિક પરેશાની દૂર થશે, રોકાણ કરેલા પૈસાથી ખૂબ જ ફાયદો થશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.