બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Dev will remain set till March 05, during this time such mistakes should not be done by mistake

શનિ ગોચર 2023 / હવે આ તારીખ સુધી શનિદેવ રહેશે અસ્ત, દરમ્યાન ભૂલથી પણ ન કરતા કાર્ય નહીં તો...

Megha

Last Updated: 10:13 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે.

  • શનિદેવ ગુસ્સે થાય તો રાજાને પણ રંક બનાવી દે
  • આ રાશિમાં શનિદેવ 33 દિવસ સુધી અસ્ત રહેશે 
  • શનીદેવ અસ્ત હોય એ દરમિયાન ન કરવા જોઈએ આ કામ 

આપણા હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને કહેવાય છે કે શનિવાર શનિદેવને સમર્પિત છે. ખાસ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે. 

શનિદેવ ગુસ્સે થાય તો રાજાને પણ રંક બનાવી દે
શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે. આ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ શનિ  છે. શનિની ધીમી ગતિને કારણે તેની અસર લાંબા સમય સુધી રહે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. જ્યોતિષમાં શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ છે જ્યારે મેષ રાશિ તેની કમજોર રાશિ છે.

આ રાશિમાં શનિદેવ 33 દિવસ સુધી અસ્ત રહેશે 
શનિના રાશિ પરિવર્તનને ઘણું મહત્વનું માનવામાં આવે છે આ સાથે જ તેનો ઉદય અને અસ્ત પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે 30 જાન્યુઆરી 2023 ના રોજ શનિદેવ પોતાની રાશિ કુંભમાં અસ્ત થયા છે. આ સાથે જ શનિદેવ 33 દિવસ સુધી તેમાં અસ્ત રહેશે. ગ્રહોના અસ્ત થવાનો અર્થ છે કે જ્યારે તેઓ સૂર્યની નજીક આવે છે ત્યારે તેમની અસર ઓછી થઈ જાય છે. 

જણાવી દઈએ કે શનિદેવ 5 માર્ચ 2023 ના રોજ રાત્રે લગભગ 8:46 વાગ્યે કુંભ રાશિમાં ઉદય કરશે. શનિદેવ અસ્ત થાય ત્યારે જે રાશિના જાતકો પર શનિની સાડાસાતી કે શનિ દોષની અસર થઈ રહી છે તેઓએ વિશેષ કાળજી લેવી જોઈએ.  જ્યારે શનિ અસ્ત થાય છે ત્યારે લોકોએ શનીદેવના ગુસ્સાથી બચવા માટે અમુક કાર્યો ન કરવા જોઈએ, ચાલો જાણીએ.. 

શનિદેવ અસ્ત હોય એ દરમિયાન ન કરવા જોઈએ આ કામ 
- શનિ દેવ અસ્ત થાય એ સમયે જે લોકો શનિદોષ અથવા સાડાસાતીથી પીડિત હોય તેમણે માંસાહારનું સેવન ન કરવું જોઈએ. આ સાથે જ જે લોકો માંસાહારી છે એમને શનિના અસ્ત થવા સુધી તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જ્યારે શનિ અસ્ત થાય છે ત્યારે ખરાબ કાર્યો કરવાથી વ્યક્તિને એમના કાર્યોમાં નિષ્ફળતા મળે છે.
- જો તમે ઈચ્છો છો કે શનીદેવ તમારા પર ગુસ્સે ન થાય તો શનિ અસ્ત થવા પર દારૂનું સેવન ન કરવું જોઈએ. 
- જે લોકો પોતાના વડીલોને માન નથી આપતા નથી કે જે લોકો પોતાના માતા-પિતા સાથે અસભ્ય વર્તન કરે છે, તેમના પર શનિદેવની કૃપા વરસતી નથી.
- શનિદેવ અસ્ત હોય એ સમય દરમિયાન મૂંગા પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ. 
- જે લોકો પર શનિની સાડાસાતી અને કે શનીદોષ હોય એમને ક્યારેય બીમાર, અસહાય અને ગરીબ લોકો સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Shani Gochar Shanidev શનિ ગોચર 2023 શનિદેવ શનિદેવ અસ્ત Shani Gochar 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ