બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 PM, 1 October 2024
વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા અને કર્મ ફળ દાતા માનવામાં આવે છે. એટલે કે શનિ કર્મના અનુસાર જ ફળ આપે છે. માટે શનિ ખરાબ કર્મ કરનાર લોકોને નથી છોડતા અને સારા કર્મ કરનારને શનિ ફળ પણ આપે છે.
ADVERTISEMENT
શનિ જે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. 29 જૂન 2024થી પોતાની ચાલ બદલીને પ્રતિગામી થયા છે. શનિની ઉલ્ટી ચાલ હંમેશા ડરાવનાર હોય છે. શનિની વક્રી ચાલ વર્ષ 2025માં પણ ચાલું રહેશે.
શનિ બનાવશે માલામાલ
ADVERTISEMENT
વક્રી શનિના શુભ અને અશુભ બન્ને પ્રભાવ પડશે. શનિની ઉલ્ટી ચાલ અમુક રાશિના લોકો માટે કહેર બનીને તૂટી શકે છે. જ્યારે 3 રાશિના લોકો માટે શનિ ખૂબ જ શુભ પરિણામ આપશે. આ રાશિના લોકો પર ધન વર્ષા થશે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2025 કે તેના પહેલા શનિની કૃપાથી તેઓ માલામાલ થઈ જશે.
મેષ
શનિની વક્રી ચાલ મેષ રાશિના લોકો માટે સારૂ પરિણામ લઈને આવશે. આ લોકોની આવકમાં વધારો થશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. નવા સ્ત્રોતથી પૈસા આવશે. જેનાથી તમારૂ બેંક બેલેન્સ વધશે. જીવન સ્તર સારૂ રહેશે. કરિયર-બિઝનેસ સારૂ રહેશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. સંબંધોમાં સુધાર થશે. જોખમ વાળા રોકાણથી પણ લાભ થશે.
વૃષભ
શનિના વક્રી થવાથી વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ પરિણામ જોવા મળશે. આ રાશિના લોકોને કરિયરમાં ખૂબ જ પ્રગતિ મળી શકે છે. તમને ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા અને ખૂબ જ ધન મળશે. જે લોકો નવી નોકરીની શોધ કરી રહ્યા છે તેમને નોકરીમાં સારૂ તક મળશે. કોઈ બિઝનેસમેનને કોઈ મોટી ડીલ મળી શકે છે. કુલ મળીને આ સમય કરિયરમાં સફળતા, પ્રસિદ્ધિ અને આર્થિક લાભ લઈને આવશે. પરિવારના સદસ્યોનો સાથ મળશે.
મકર
શનિની ઉલ્ટી ચાલથી મકર રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે. તમને એક બાદ એક આર્થિક લાભ મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. કરિયરમાં પ્રગતિ થશે. તમને ખૂબ જ પદોન્નતિ-વૃદ્ધિ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. વેપારમાં રોકાયેલા પૈસા મળશે.
વધુ વાંચો: આશરે 17 દિવસ સુધી આ 3 રાશિના જાતકોના જીવનમાં રહેશે ઉથલપાથલ, કારણ બુધ-સૂર્યની યુતિ
વાણીની શક્તિ ઓછી થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંતાન પાસેથી સુખ મળશે. સંપત્તિમાં વાહન ખરીદવાના યોગ છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.