બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 25 July 2024
શનિ દેવ ન્યાયના દેવતા છે. તે કોઈને માફ નથી કરતા. ખોટુ કામ કરવા પર શનિદેવની નારાજગી સહન કરવી પડે છે. શનિદેવની નજરથી કોઈ પણ નથી બચી શકતું. શનિ બધા કર્મોના લેખાજોખા રાખે છે અને સમય આવવા પર શુભ અશુભ ફળ આપે છે.
ADVERTISEMENT
શનિ જ્યારે વક્રી કે ઉલ્ટી ચાલ ચાલે છે તો ખાસ સાવધાની રાખવી જોઈએ. કારણ કે આ સમયે ભયંકર ક્રોધમાં રહે છે અને ભૂલ કરવા પર માફી નથી મળતી. આ સમયે કઈ રાશિઓને સાવધાન રહેવાની જરૂર છે આવો જાઈએ.
ADVERTISEMENT
મેષ
મેષ રાશિના લોકો માટે શનિ શુભ પરિણામ લઈને આવી રહ્યા છે. શનિનુ સપ્તમ ભાવથી નવમ-પંચમ રાજયોગ બની રહ્યો છે. જેનાથી બિઝનેસ કરનાર લોકોને લાભ મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવાની જરૂર છે.
વધારે નફો કમાવવા માટે ગેરકાયદેસર કામ કરવાથી બચો નહીં તો કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. જો તમે ઓફિસમાં લીડ કરી રહ્યા છો તો પોતાના સહયોગીઓ સાથે યોગ્ય વર્તન કરો. શનિ કૃપા મેળવવા માટે રોજ શની ચાલીસાનો પાઠ કરો.
મિથુન
જ્યોતિષ ગણના અનુસાર શનિ અને રાહુનો 2-12નો સંબંધ બની રહ્યો છે. જે તમને બેદરકાર બનાવશે. તેની સાથે જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બન્ને કેસમાં સાવધાર અને સતર્ક રહેવાની જરૂર છે. ધનની હાનીના યોગ બની રહ્યા છે. ખોટી રીતે ધન કમાવવાનો પ્રયત્ન કરવા પર છબી ખરાબ થઈ શકે છે. સાસરી પક્ષમાં લોકોનું અપમાન ન કરો.
શનિ નારાજ થઈ શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. શનિના આશીર્વાદ મેળવવા માટે શનિવારના દિવસે ગરીબ લોકોને સરસવના તેલનું દાન કરો. શનિ મંત્રનો એક માળા જાપ કરો.
વૃશ્ચિક
શનિ મહારાજની તમારા પર ખાસ દ્રષ્ટિ છે. તમારા પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આખા વર્ષ સુધી તે રહેશે. વર્તમાનમાં શનિ દેવ ચતુર્થ ભાવમાં શશ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે ડોક્ટર, સેલ્સ, સેના-પોલીસ, સુચના પ્રૌદ્યોગિકી જેવા સેક્ટરો સાથે જોડાયેલા લોકોને મહેનત કરવા પર સારૂ પરિણામ મળી શકે છે. ખોટુ કામ કરવાથી બચો.
વધુ વાંચો: આજે નોકરિયાત લોકો માટે સારો દિવસ, આ જન્મતારીખ વાળાને દરેક કાર્યમાં સફળતાના યોગ
બીજાની નિંદા કરવાથી બચો. કોઈને દગો ન આપો. સંબંધોને લોભ-લાલચ વગર નિભાગો. શનિની કૃપા મેળવવા માટે શ્રાવણમાં શિવજીને જળ ચડાવો અને શનિ આરતી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.