ન્યાયના દેવ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં આજે 30 જાન્યુઆરી 2023થી અસ્ત થયા છે. શનિનુ અસ્ત થવુ 5 રાશિના જાતકો માટે ઘણુ ખતરનાક સાબિત થઇ શકે છે.
આજથી શનિ દેવ થયા અસ્ત
આ 5 રાશિના જાતકો માટે ખતરનાક સાબિત થઇ શકે
જાણો, કઈ રાશિના જાતકોને નુકસાન સહન કરવુ પડશે
અસ્ત શનિ કઈ રાશિના જાતકોને નુકસાન પહોંચાડી શકે?
કર્મફળદાતા શનિએ ગત 17 જાન્યુઆરીએ પોતાની રાશિ કુંભમાં ગોચર કર્યુ છે અને આજે 30 જાન્યુઆરી 2023થી અસ્ત થયા છે. શનિનુ અસ્ત થવુ બધી 12 રાશિના જાતકો પર મોટી અસર કરશે. શનિ 5 માર્ચ 2023ના રોજ ઉદિત થશે ત્યાં સુધી 33 દિવસ અમુક રાશિના જાતકો માટે ખૂબ મુશ્કેલ છે. આ રાશિના જાતકોએ શનિ અસ્ત રહે તે દરમ્યાન ખૂબ સંભાળીને રહેવુ પડશે. આવો જાણીએ અસ્ત શનિ કઈ રાશિના જાતકોને નુકસાન પહોંચાડી શકે છે.
શનિ અસ્તની રાશિઓ પર નકારાત્મક અસર
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને શનિ અસ્ત થઇને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં મુશ્કેલી આપશે. આ જાતકોને નોકરી-વેપારમાં સમસ્યા થઇ શકે છે. ધન હાનિના યોગ બનશે. રોકાણ ના કરો. માનહાનિ થવાના યોગ છે.
કર્ક રાશિ
કર્ક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. એવામાં શનિ અસ્ત દરમ્યાન વધુ સતર્કતા રાખવાની જરૂર છે. આરોગ્ય સંબંધી સમસ્યા થઇ શકે છે. નોકરી-વેપારમાં સમસ્યા થઇ શકે છે. અજાણ્યો ડર સતાવશે. નુકસાન થઇ શકે છે. જીવનસાથી સાથે વિવાદ ના કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને શનિ અસ્ત થવાથી શનિ ઉદય સુધી સમય સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખી શકે છે. ખાવા-પીવાનુ ધ્યાન રાખો. જીવનસાથી સાથે તકરાર થઇ શકે છે. આર્થિક હાનિના યોગ છે.
વૃશ્ચિક રાશિ
શનિ અસ્ત થવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ભાઈ-બહેન અથવા અન્ય સંબંધીઓ સાથે સંબંધો બગડી શકે છે. સંયમથી કામ લો. પ્રોપર્ટી સંબંધી મામલા જોઇને પતાવો. વાહન સાવધાનીથી ચલાવો. ધન હાનિ થઇ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો શનિ અસ્ત દરમ્યાન સાવધાન રહે. પરિશ્રમથી કામ કરો. આર્થિક સ્થિતિ બગડી શકે છે. ખાવા-પીવાનુ સારું રહે. વાણી પર સંયમ રાખો.