મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ શમશેરા સોમવારે પણ બોક્સઓફિસ પર ખાસ્સું કલેક્શન કરી શકી નહીં.
શમશેરા બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ફુસ્સ સાબિત થઈ ગઈ હતી
ફિલ્મ 50 કરોડ પણ માંડ કમાઈ શકશે
યશરાજ બેનરની આ બેક ટુ બેક ચોથી ફ્લોપ મૂવી
4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીનમાં પરત ફરતા રણબીર કપૂરે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે શમશેરા ફિલ્મનો આવો હાલ થશે. 150 કરોડમાં બનેલ આ ફિલ્મથી લોકો ઘણી આશા લગાવીને બેઠા હતા. સાથે જ મેકર્સ અને એક્ટર પણ આ ફિલ્મથી ઘણી આશ લગાવી હતી પણ ફિલ્મ શમશેરા બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ફુસ્સ સાબિત થઈ ગઈ હતી. વિકેન્ડમાં થોડું સારું ક્લેશન કરશે એવી આશા હતી પણ તેમાં એ પાણી ફરી વળ્યા હતા. મેકર્સ એવું વિચારી રહ્યા હતા કે વિકેન્ડ સુધી આ ફિલ્મ 50 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે પણ હવે એવું લાગી રહ્યું છે કે ફિલ્મ 50 કરોડ પણ માંડ કમાઈ શકશે.
ફ્લોપ રહી
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ શમશેરા સોમવારે પણ બોક્સઓફિસ પર ખાસ્સું કલેક્શન કરી શકી નહીં. સોમવારે ફિલ્મ શમશેરાનું કલેક્શન 70 ટકા વધુ નીચે ગયું હતું. એ દિવસે ફિલ્મે ફક્ત 3 કરોડનું કલેક્શન કર્યું હતું. ચાર દિવસની ફિલ્મની કમાણી 34 કરોડ રૂપિયા છે. ફિલ્મ શમશેરાએ શુક્રવારે 10.25 કરોડ, શનિવારે, 10.50 કરોડ અને રવિવારે 11 કરોડનું કલેક્શન કર્યું હતું.
#Shamshera meets with a tragic fate... Shockingly low weekend biz... Will face rough weather on weekdays... Also, arrival of new films will hit biz hard... Fri 10.25 cr, Sat 10.50 cr, Sun 11 cr. Total: ₹ 31.75 cr. #India biz. pic.twitter.com/BEUFCefswo
હવે આવનાર શુક્રવારે એક વિલન રિટર્ન્સ રીલીઝ થવા જઈ રહી છે. એ જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મ શમશેરાનું લાંબા સમય સુધી સિનેમાઘરોમાં તાકી રહેવું ઘણું મુશ્કેલ છે. ફિલ્મ શમશેરાના શો અત્યારથી જ ઓછા થવા લાગ્યા છે. 4,300 સ્ક્રીન પર રિલિજ કરવામાં આવી હતી પણ દર્શકો ન મળતા શો માં ઘટાડો થઈ રહ્યો છે. યશરાજ બેનરની આ બેક ટુ બેક ચોથી ફ્લોપ મૂવી છે.
હાઈ બજેટ ફિલ્મ
રણબીર કપૂર હવે અયાન મુખર્જીની મોટા બજેટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં રણબીર પહેલીવાર પત્ની આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે. 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ઉપરાંત મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાનો છે.