બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા
Last Updated: 11:49 AM, 2 November 2024
ભગવાન અને માતાજીના દર્શન સાથે નવા વર્ષની લોકો શરૂઆત કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે નવા વર્ષે શામળાજી મંદિરમાં ભગવાનને સોનાની પાદુકા અર્પણ કરવામાં આવી છે. ભગવાન શામળિયાને નવા વર્ષે એક ભક્તે સોનાની ચરણ પાદુકા અર્પણ કરી છે
ADVERTISEMENT
400 ગ્રામ સોનોની પાદુકા ભગવાનને અર્પણ કરાઈ
ADVERTISEMENT
પાપ્ત વિગતો મુજબ 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની ચરણ પાદુકા ભક્તોએ ભગવાનને અર્પણ કરી છે. નવા વર્ષેના પહેલા દિવસે ભક્ત દ્વારા શામળિયાને સોનાનું દાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'એક દીપ PM મોદીજીની કલ્પના છે કે' સી.આર.પાટીલે સ્નેહમિલન કાર્યક્રમમાં કરી મોટી વાત
શામળાજીમાં ભક્તોની ભીડ
હિંમતનગરમાં ભક્તની અનોખી શ્રદ્ધા સામે આવી છે. મંદિરમાં સોનાનુ દાન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. જ્યાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ-શક્તિના કેન્દ્ર શામળાજી મંદિરમાં ભક્તો ભગવાનનો જયકારો બોલાવી પોઝિટિવ અનુભૂતિ મેળવી રહ્યાં છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.