બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / વરસાદ પર રાજનીતિનો રેલો! કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આરોપ કરતાં ભાજપનો સણસણતો જવાબ
Last Updated: 05:37 PM, 29 July 2024
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો અને કેટલાક ગામડાઓમાં થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો
ADVERTISEMENT
વરસાદ પહેલા જે ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથીઃ શક્તિસિંહ
તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે અને ખેડૂતોનો પાક બરબાદ થયો છે. તેનું કારણ એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વરસાદ પહેલા જે ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથી. ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા કોઇપણ પ્રકારની રાહત કામગીરી નહી કરવામાં આવી હોવાના આક્ષેપ શક્તિસિંહે કર્યા હતા.
ADVERTISEMENT
ભાજપે વળતો જવાબ આપ્યો
બીજી તરફ ભાજપે આનો વળતો જવાબ આપ્યો છે. ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે વળતો જવાબ આપતા નિવેદન આપ્યું હતુ કે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી રાધવજી પટેલ અને સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી તો હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે, ત્યારે મારે તેમને પુછવુ છે કે અત્યારે જ તમને ઘેડ વિસ્તાર યાદ આવ્યો... અત્યારે જ પાણી ભરાવવાની સમસ્યા યાદ આવી.... કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુઘી નેતૃત્વ કર્યુ છે, પણ ધેડ પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી. તેઓએ કેટલી વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેઈનમાં મુકે, ખેડૂતોને ખંભે બંદુક મુકીને રાજનીતિ ના કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.