બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shaktisinh Gohil's first statement after the appointment of Congress state president, 'It is not right that a handful of people get rich and the poor get harassed'.
Vishal Khamar
Last Updated: 08:01 PM, 10 June 2023
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલની કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નિમણૂક કરી છે.પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ શક્તિ સિંહ ગોહિલે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ જણાવ્યુ હતુ કે, હું પક્ષનો સૈનિક છું સેનાપતિ સૈનિકની જવાબદારી નક્કી કરતા હોય છે. ઘણા બધા વિચાર અને મંથન બાદ મને જવાબદારી સોંપી છે. હું મોવડી મંડળના આદેશનું પાલન કરીશ. જાહેરાત બાદ ગુજરાતના તમામ સિનિયર નેતાઓએ આત્મીય સમર્થન મને આપ્યુ છે. મારી આવડત કરતા મને રાષ્ટ્રીય લેવલે પણ જવાબદારી મળી. ગુજરાતીઓના પ્રેમ, આશિર્વાદથી ગુજરાત અને રાષ્ટ્રીય લેવલે જવાબદારી મળી. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, આ લડાઈ એ કોઈ સ્વાર્થનો સિદ્ધાંત નથી ગુજરાતીઓની ભલાઈ માટે લડાઈ લડવાની છે. તમારા સેવક તરીકે કામ કરીશ તેવી ગુજરાતીઓને ખાતરી આપુ છું. ગુજરાતમાં અગાઉ ક્યારેય વ્યક્તિગત સ્વાર્થનું રાજકારણ ન હતુ વૈચારીક લડત હતી વ્યક્તિગત નહીં. હુ આ જૂની પરંપરા ફરી સ્થાપિત થાય તેવો પ્રયાસ કરીશ. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, હુ આગામી 18 તારીખે કાર્યભાર સંભાળીશ ત્યારે સવારે ૧૦ વાગ્યે ગાંધી આશ્રમ જઈશ અને ગાંધી આશ્રમથી પગપાળા પ્રદેશ કાર્યાલય પહોંચીશ.
હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગતરોજ નિમણૂક કરી
ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગતરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈ હાઇકમાન્ડ એક્શનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર અને સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા હાઇકમાન્ડ એક્શનમાં આવી છે. જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલ્યા હોવાની માહિતી છે. મહત્વનું છે કે, અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી હતું. એક તરફ કોંગ્રેસ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા હતી પરંતું અનુભવ અને સિનિયરની રેસમાં શક્તિસિંહ હતા જેમને પ્રમુખ બનાવાયા છે.
શક્તિસિંહની રાજકારણમાં કેવી રીતે પ્રવેશ કર્યો
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની રાજકીય સફરની વાત કરીએ તો તેઓએ 1986 માં ભાવનગર જીલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ હતા. તેમજ 1989 માં તેઓ ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. જે બાદ શક્તિસિંહ ગોહિલે ભાવનગર જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બન્યા હતા. જે બાદ તેઓ 1990 માં AICC નાં સદસ્ય બન્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે 1990, 1995 તેમજ 2007 માં તેઓ ભાવનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલની હાર થવા પામી હતી. જે બાદ 2014 માં કચ્છની અબડાસા બેઠકની યોજાયેલ પેટા ચૂંટણીમાં તેઓએ જીત મેળવી હતી.
ગુજરાતનાં મંત્રીમંડળમાં સૌથી નાની વયે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેઓ જાણીતા છે. ત્યારે વર્ષ 1991 થી 1995 દરમ્યાન તેઓએ શિક્ષણ, આરોગ્ય તેમજ નાણાંમંત્રાલય જેવા વિભાગો પણ સંભાળ્યા છે. તેમજ 2007 થી 2012 સુધી તેઓ વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમજ હાલ તેઓ દિલ્હી તેમજ હરિયાણાનાં પ્રભારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.