બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આ પરિણામ નિરાશાજનક નથી...' સ્થાનિક સ્વરાજની ચૂંટણી રિઝલ્ટ પર શક્તિસિંહ ગોહિલનું નિવેદન
Last Updated: 05:56 PM, 18 February 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુક શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 2018 માં નગરપાલિકાનાં પરિણામ આજનાં પરિપેક્ષમાં જોઈએ તો નિરાશ થવા જેવા નથી. આજનાં પરિણામ 2018 સામે જોઈએ તો અનેક નગરપાલિકામાં ઘણી સીટો વધી છે. 2018 માં ચૂંટણી વખતૈ 78 ધારાસભ્ય હતા. આજે પરિણામ અપેક્ષા કરકા ખરાબ નથી.
ADVERTISEMENT
જુનાગઢના લોકોનો આભાર માનું છુંઃ શક્તિસિંહ ગોહિલ
ADVERTISEMENT
જૂનાગઢની ચૂંટણીમાં 2018 માં 60 માંથી 11 કોર્પોરેટર હતા. તેમજ 81 ધારાસભ્ય હતા અને બાય ઈલેક્શનમાં વધુ 2 ધારાસભ્ય આવ્યા. તેમજ 2018 માં જૂનાગઢમાં 11 કોર્પોરેટર હતા. જુનાગઢનાં લોકોનો આભાર માનું છું. માન્ય નથી તેવા હાથકંડા થયા ત્યાં લોકોનો આભાર માનું છું. કાવા દાવા કર્યા છે અને એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. સાડા સાત લાખમાં ફોર્મ પરત ખેંચવાની વાત અન્ય વાત છે. સ્પષ્ટ થયું કે ભાજપ શું કરે છે અને મત નહિ આપો તો બુલડોઝર ફેરવવાની વાત કરે છે. નાણાંનાં કોળથા અને ધાક ધમકી ઘણું દબાણ રહ્યું અને એ વચ્ચે કોંગ્રેસનાં ઉમેદવાર લડ્યા તેમને અભિનંતન. તેમજ હાર કે જીતમાં ઉમેદવાર ઉમેદવાર ઉભા રહ્યા તેને અભિનંદન છે. મંગરોડ અમારી પાસે હતી. સરખા પરિણામ છે 4 બીજી પાર્ટીનાં છે. ચોરવાડ નથી જીત્યા તેનું દુઃખ છે.
ધાનેરાની ચૂંટણી ન આવી દુઃખ છે
ધાનેરાની ચૂંટણી ન આવી દુઃખદ ચે. બનાસકાંઠાની ચૂંટણી ન આપી પોલિટિકલ એજન્ડો હતો. માણાવદર વંથલી અને વિસાવદરનાં ધારાસભ્ય હતા તે આ વખતે નથી. કુતિયાણા અને રાણાવાવમાં સ્થાનિકની વિનંતી હતી અને ઉમેદવાર રાખ્યા અને જતું કર્યું હતું. આંકલાવમાં સમર્પિત પેનલ બહુમતીમાં છે.
બાવળામાં ભાજપ કોંગ્રેસ સરખા છે
બાવળામાં ભાજપ કોંગ્રેસ સરખા છે. બાવળામાં કોંગ્રેસને 13 અને 1 અપક્ષ મળી 14 સીટ મળી. જ્યારે ભાજપને 14 સીટ મળી છે. પરિણામ નિરાશાજનક નથી પણ હજુ અમારે શહેર ગામડા વોર્ડ પેજ સુધી કામ કરવાનું છે. જેમને જવાબદારી સોંપી હતી અને ગયા તેમને અભિનંદન છે. હજુ સંગઠન વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરવાનો છે.
ગુજરાતીઓએ સમર્થન આપ્યુ તેઓનો આભાર
ગુજરાતીઓએ સમર્થન આપ્યું તેઓનો આભાર છે. વેચાયા નહી ડર્યા નહી અને આગળ વધ્યા તે ઉમેદવારનો આભાર માન્યો હતો. લોકશાહીમાં માન્ય નથી તેવા હાથકંડા અજમાવાયા છે. ભાજપ અને ઔવેશી એકબીજા સામે ગુસ્તી કરતા હોય છે. આખા ગુજરાતમાં ઔવૈસીનાં મેન્ડેટ ભાજપનાં ઈશારે અપાયા હતા. ફોર્મ રદ્દ થવા જોઈએ છતાં ફોર્મ રદ્દ ન થયા. સેક્યુલર વોટ થાય તેવું ભાજપને હતું. જો કે છતાં કોંગ્રેસ આગળ વધી અને સીટો વધી આગળ વધતા રહીશું. લોકોનાં આશીર્વાદ મેળવવા સતત પ્રયત્નશીલ રહીશું. જે જે ખામી રહી છે તેનો સ્વીકાર કરીશ અને મહેનત કરીશું. હજુ વધારે સંગઠન મજબૂત કરી લોકો સુધી જઈએ તેવી મહેનત કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.