બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:16 PM, 1 August 2024
રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ખેડૂતોને નીલગાય થી થઇ રહેલા નુકશાનનો મુદ્દો ઉપાડ્યો હતો
ADVERTISEMENT
શું કહ્યું શક્તિસિંહે ?
સવાલ કર્યો હતો કે ગુજરાતમાં નીલગાય જે ગૌવંશની જાત નથી પરંતુ હરણના વંશનું પ્રાણી છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. નીલગાયનો વિકાસ ખુબજ ઝડપથી થઇ રહ્યો છે તો તેને રોકવા અને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા છે કે નહી.
ADVERTISEMENT
રાજ્યમાં હાલ નીલગાયની વસ્તી અંદાજે અઢી લાખથી પણ વધારે હોવાનું અનુમાન છે. અમદાવાદ જિલ્લામાં સાડા નવ હજાર કરતા વધારે નીલગાય હોવાનો અંદાજ છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં ત્રણ હજાર કરતા વધારે નીલગાય હોવાનો અંદાજ છે.
બનાસકાંઠા, પાટણ, મહીસાગર, અરવલ્લી,મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંંઠા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 91 હજારથી વધુ નીલગાય છે જે રાજ્યમાં તેમની કુલ વસ્તીના 36 ટકાથી વધારે છે.
ખેડૂતો માટે નુકસાનકારક, સડક દુર્ઘટના માટે પણ બને છે કારણ
નીલગાયને કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાથી તે ખેડૂતો માટે તો નુકસાનકારક છે જ સાથે-સાથે તેને કારણે સડક દુર્ઘટનાઓ પણ ઘટે છે.. જો કે આ પ્રાણીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 3માં સમાવાયું છે.. જેથી તેનો શિકાર કરવા પર ત્રણ મહિનાની જેલ અથવા આર્થિક દંડ અથવા બન્ને થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.