બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / શકીરા સાથે લાઇવ કોન્સર્ટમાં એવી શું ઘટના ઘટી કે તુરંત સ્ટેજ છોડી દીધું, જુઓ ચોંકાવનારો Video
Last Updated: 09:48 PM, 16 September 2024
કોલંબિયાની પ્રખ્યાત ગાયિકા શકીરાના ગીતોને લઈને દુનિયા દીવાની છે. શકીરાનો એક વિશાળ ચાહક વર્ગ છે અને તેની લોકપ્રિયતા દૂર દૂર સુધી ફેલાયેલી છે. જો કે, અહીં મુદ્દો શકીરાની લોકપ્રિયતાનો નથી પરંતુ તેની સાથે થયેલી ગેરવર્તણૂકનો છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સ્ટેજ પર કોઈ ગાયિકા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. કોઈના પર જૂતા ફેંકવાના અને કોઈની પર બોટલ ફેંકવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જો કે, શકીરા સાથે તેના કરતા પણ વધારે ખરાબ થયું હતું અને તના પગલે શકીરાને સ્ટેજ છોડવું પડ્યું. તે હાલમાં જ અમેરિકાના એક નાઈટક્લબમાં તેના આગામી ટ્રેક 'સોલ્ટેરા'નું પ્રદર્શન કરી રહી હતી. આ દરમિયાન તેની સાથે એક ચોંકાવનારી ઘટના બની.
ADVERTISEMENT
Shakira leaves the stage after people were filming under her dress whilst she was dancing to her new single. People are GROSS. pic.twitter.com/AxlBw6yFZL
— FEIM (@FeimM_) September 15, 2024
મળતી માહિતી મુજબ શકીરાએ જોયું કે જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર એક પ્રશંસકે ખોટી રીતે વીડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. શકીરા અમેરિકાના ફ્લોરિડામાં મિયામી નાઇટ ક્લબમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. ત્યારે શકીરાએ કથિત રીતે ત્યાં હાજર એક ચાહકને તેના ડ્રેસની નીચેથી વીડિયો રેકોર્ડિંગ કરતા જોયો હતો. જે બાદ સિંગર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને આ દરમિયાન તેણે પોતાનું પરફોર્મન્સ બંધ કરી દીધું અને ત્યાં એક પ્રેક્ષક તરફ આંગળી ચીંધીને તેને ના પાડી અને પોતાનો ડ્રેસ પણ એડજસ્ટ કર્યો અને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું. જોકે તે પછી શકીરાએ પોતાનું પરફોર્મન્સ છોડીને સ્ટેજ છોડી દીધું હતું.
ADVERTISEMENT
આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો હવે ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે - શકીરા જ્યારે તેના ડ્રેસની નીચેથી વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે સ્ટેજ છોડીને જતી રહી. જ્યારે તે એકલી ડાન્સ કરી રહી હતી. શકીરાનું સ્ટેજ પર્ફોર્મન્સ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સ આ સમગ્ર મામલે સતત નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચો : માઇકલ જેક્સનના ભાઇનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આવ્યો હાર્ટ એટેક
શકીરા વેરવેર, હિપ્સ ડોન્ટ લાઇ, લા ટોર્ટુરા, બ્યુટીફુલ લાયર અને શી વુલ્ફ જેવા ઘણા હિટ ગીતો માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં આયોજિત 2010 ફિફા વર્લ્ડ કપનું થીમ સોંગ, વાકા વાકા, શકીરા દ્વારા ગાયું હતું, જે સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.