બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ઓલરાઉન્ડર ખેલાડીનું પત્તું સાફ! ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન લેવાયો, ત્રીજા દેશે જાહેર કરી ટીમ
Last Updated: 03:23 PM, 12 January 2025
ની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફી માટે દેશો હવે ટીમ જાહેર કરવા લાગ્યાં છે. હવે ત્રીજા દેશે પોતાની ટીમ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ બાદ હવે બાંગ્લાદેશે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરીને નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે.
ADVERTISEMENT
શાકિબ અલ હસનને સ્થાન નહીં
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ટીમમાં સ્થાન આપ્યું નથી. તાજેતરમાં તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી હતી. હવે તે જ્યાં સુધી ICC સામે પોતાની બોલિંગ એક્શન સાબિત નહીં કરે ત્યાં સુધી તે બોલિંગ કરી શકશે નહીં. ચેન્નાઈના રામચંદ્ર સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સમાં આયોજિત ટેસ્ટને આધારે શાકિબ અલ હસનને બોલર તરીકે સસ્પેન્ડ કરાયો છે.
ADVERTISEMENT
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
— Sportskeeda (@Sportskeeda) January 12, 2025
Bangladesh has announced their squad for the upcoming Champions Trophy 2025 in Pakistan and UAE 🇧🇩🏏
All-rounder Shakib Al Hasan misses out, while young Najmul Hossain Shanto will lead the side 🤝#Bangladesh #ChampionsTrophy #ODIs #Sportskeeda pic.twitter.com/pzietgaizZ
બાંગ્લાદેશ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલમાં પહોંચી હતી
બાંગ્લાદેશની ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમમાં હાજર સિનિયર ખેલાડીઓમાં વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ અને ઓલરાઉન્ડર મહમુદુલ્લાહનો સમાવેશ થાય છે. તે જ સમયે, પરવેઝ હુસૈન ઈમોનને પ્રથમ વખત ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે સાત T20 રમી છે. તાજેતરની વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કરનાર પ્રતિભાશાળી ફાસ્ટ બોલર નાહિદ રાણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમઃ નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનજીદ હસન, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, ઝાકર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ નસુમ અહેમદ, પરવેઝ નસુમ અહેમદ. હસન સાકિબ, નાહીદ રાણા.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ
મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે.
કયા કયા દેશોએ ટીમ જાહેર કરી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 દેશ રમવાના છે જેમાંથી અત્યાર સુધી 3 દેશોએ ટીમ જાહેર કરી છે જેમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેલ છે.
18-19 જાન્યુઆરીએ ભારતીય ટીમ જાહેર થઈ શકે
ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમ 18-19 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.