બ્રેકિંગ ન્યુઝ
VTV / Shailja dhami became the first captain of IAF combet unit
Vaidehi
Last Updated: 11:21 AM, 8 March 2023
ADVERTISEMENT
ભારતીય વાયુસેનામાં પહેલીવખત મહિલાને પશ્ચિમી સેક્ટરમાં કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી છે. IAFનાં કોમ્બેટ યૂનિટનું લીડીંગ કરનારી પ્રથમ મહિલા શૈલજા ધામી બની છે. શૈલજા ધામી 2003માં વાયુસેના સાથે જોડાયા હતાં.
2800 કલાક ઉડ્ડયન અનુભવ
ગ્રૂપ કેપ્ટન શૈલજા ધામીને 2800 કલાક ઉડ્ડયન કરવાનો અનુભવ છે એટલું જ નહીં ધામી ફ્લાઈંગ બ્રાંચની પરમેનેન્ટ કમીશન મેળવનારી પણ પ્રથમ મહિલા છે. તેણે ચેતક અને ચિતા હેલિકોપ્ટરને પણ ઉડાવ્યાં છે. મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અધિકારીએ તેમને કોમ્બેટ યુનિટની કમાન આપવા અંગે એલાન કર્યું હતું. આ પ્રથમ મહિલા હશે જે પાકિસ્તાનની સામે પશ્ચિમી ક્ષેત્રમાં મિસાઈનલ સ્કવાડ્રનની કમાન સંભાળશે. ભૂતકાળમાં તેમની એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા બે વખત પ્રશંસા પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
લુધિયાણાની છે શૈલજા ધામી..
પંજાબનાં લુધિયાણાની રહેવાસી શૈલજા ધામીનાં પિતા અને માતા બંને સરકારી કર્મચારી રહી ચૂકયાં છે. લુધિયાણા ગામનું નામ દેશની આઝાદીનાં ઘડવૈયાઓને યાદ કરાવે છે અને એવા જ શૂરવીર ગામની શૂરવીર દિકરી છે શૈલજા. તેમના પિતા હરકેશ ધામી વીજળી બોર્ડમાં SDO અને માતા દેવ કુમારી પાણી-પુરવઠામાં કામ કરી ચૂક્યાં છે. શૈલજાએ પોતાનો અભ્યાસ ગામમાં કર્યાં બાદ કોલેજ ધુમાર મંડીનાં ખાલસા કોલેજમાંથી કરી હતી.
અનેક સ્કીલ્સ ધરાવે છે ધામી
ભારતીય વાયુસેનાએ વર્ષ 2016માં મહિલા ફાઈટર પાઈલેટ્સને શામેલ કરવાની શરૂઆત કરી હતી. જેમાં પ્રથણ બેચમાં કુલ 3 મહિલાઓ ફાઈટર પાઈલેટ હતી જેમાં શૈલજા પણ એક છે. તેણી હાલમાં MiG-21, રાફેલ અને Su-30MKI ઉડાવે છે. હેલિકોપ્ટરની પાયલેટ તરીકે તેણે અને શોધ - બચાવ મિશન કાર્યો કર્યાં સાથે જ પૂર રાહતની પણ અનેક કામગિરીઓ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.