બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Shailesh Lodha of Tarak Mehta Ka Ulta Chashma stopped shooting for a month

TMKOC / તારક મહેતા..ના વધુ એક કલાકાર શૉને કહેશે ટાટા બાય બાય! એક મહિનાથી શૂટિંગ પર નથી ગયા

Khyati

Last Updated: 12:34 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારકમહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક કલાકારે શૉમાંથી એક્ઝિટ લેવાનું મન બનાવ્યું. તેઓ એક મહિનાથી શૂટિંગ પર ન ગયા હોવાની ચર્ચા

  • શૈલેષ લોઢા છોડી રહ્યા છે શૉ ?
  •  એક મહિનાથી નથી કરી રહ્યા શૂટિંગ
  • તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા શૉ ક્વિટ કર્યાની ચર્ચા 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ એક એવો શો છે જે ઘર ઘરમાં ફેમસ બન્યો છે. તેના દરેક પાત્રો કોઇને કોઇ રીતે આપણા અંગત જીવનમાં જોવા મળે જ છે. દરેકના જીવનને લગતી વાતો હસી ખુશી સાથે દર્શાવીને એક સારો મેસેજ આપનારી આ સિરિયલના લાખો લોકો દિવાના છે. જેઠાલાલ, ભીડે, રોશન, પોપટલાલ આ બધા પાત્રોને જોવાની તમને મજા આવતી હશે. પરંતુ આ શોમાંથી એક બાદ એક કલાકારની એક્ઝિટ થઇ રહી છે. દિશા વાકાણી, નેહા મહેતા, ગુરુ ચરણસિંહ અને હવે  વધુ એક કલાકાર શોને અલવિદા કહેશે તેવા સમાચારો સામે આવ્યા છે.

શૈલેષ લોઢા છોડશે તારક મહેતા ? 

જી, હા તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના તારક મહેતા આ શો છોડી શકે છે તેમ જાણવા મળ્યું છે. એક ખાનગી ટીવીના રિપોર્ટ અનુસાર વર્ષોથી આ શૉ સાથે જોડાયેલા શૈલેષ લોઢાએ આ શો ક્વિટ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ લોકપ્રિય શોને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના હવાલા પ્રમાણે મળતી જાણકારી મુજબ સામે આવ્યું છે કે   શૈલેષ લોઢા છેલ્લા 1 મહિનાથી શો માટે શૂટિંગ કરી રહ્યા નથી. શોમાં પરત ફરવાનો પણ તેમનો કોઈ ઈરાદો નથી.

શું શૈલેષ મેકર્સથી છે નારાજ ?

સુત્રો જણાવે છે કે શૈલેષ લોઢા તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નથી. તેમને લાગે છે કે શોમાં તેમની તારીખોનો સારી રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. શૈલેષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું બીજું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે શોને કારણે પ્રતિભાશાળી કલાકારો અન્ય તકો શોધી શકતા નથી. તાજેતરના સમયમાં શૈલેષ લોઢાએ અસંખ્ય ઑફરો ઠુકરાવી દીધી છે. પરંતુ હવે શૈલેષ તેને મળેલા બીજા પ્રોજેક્ટને ગુમાવવા માંગતા નથી.

શૈલેષ લોઢાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

પ્રોડક્શન હાઉસ શૈલેષ લોઢાને મનાવવા અને શોમાં પાછા લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એવું લાગે છે કે શૈલેષ લોઢાએ પોતાનું મન બનાવી લીધું છે કે તે શોમાં પાછા નહીં આવે. શૈલેષે શોને અલવિદા કહ્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેમજ મેકર્સ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. એ વાત ચોક્કસ છે કે શૈલેષ લોઢાની વિદાયને કારણે મેકર્સ માટે શોની શૂન્યતા ભરવી ખૂબ મુશ્કેલ હશે. ચાહકો માટે પણ આ મોટો ફટકો હશે.

જેઠાલાલના પાકા મિત્ર લેશે વિદાય ?

શૈલેષ લોઢા શરૂઆતથી જ આ શો સાથે છે. તે શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક છે. તેનો રોલ લોકો સાથે જોડાય છે અને તેને તારકના પાત્રમાં શૈલેષ લોઢા ગમે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે શૈલેષ લોઢાની મિત્રતા ચાહકોને ગમે છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે શૈલેષ લોઢા શૉ છોડશે કે નહી ?

સંકળાયેલા મુદ્દાઓ

Shailesh Lodha Tarak Mehta Ka Oolta Chashma તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૈલેષ લોઢા television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ