શાહરૂખ ખાન આજે પોતાનો 57મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. બર્થ-ડેના ખાસ પ્રસંગે શાહરૂખને ભરપૂર શુભેચ્છાઓ મળી રહી છે.
શાહરૂખ ખાન આજે 57મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે
પ્રશંસકો તરફથી શાહરૂખને ભરપૂર શુભેચ્છાઓ મળી
શાહરૂખ ખાનનુ આર્મીમાં જવાનુ સપનુ હતુ
શાહરૂખ ખાનનો આજે 57મો જન્મ દિવસ
અભિનેતા શાહરૂખ ખાનની આજે દેશની મોટી સેલિબ્રિટીઓમાં ગણતરી થાય છે. આ ધરતી પર કદાચ જ કોઈ એવો દેશ હશે જે શાહરૂખનો ફેન ના હોય. પોતાની 30 વર્ષની કારકિર્દી અને 57 વર્ષના જીવનમાં ખ્યાતિનો એક નવો મુકામ પ્રાપ્ત કર્યો. સિનેમાનો એક લાંબો સમય શાહરૂખ ખાનના સ્ટાર્ડમમાં પસાર થઇ ગયો. શાહરૂખ ખાન આજે પોતાનો 57મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.
સુપર સ્ટાર શાહરૂખ ખાન આજે વિશ્વભરમાં પોતાના રોમાન્સ માટે ઓળખાય છે. એક એવો સમય હતો જ્યારે શાહરૂખ ખાનની ફીમેલ ફૉલોઈંગ આખી દુનિયાની સેલિબ્રિટીઓમાં સૌથી વધુ હતી. ફોજી ટીવી સીરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા શાહરૂખ ખાન ટૂંક સમયમાં અભિનયની દુનિયાનો ચમકતો સિતારો બની ગયા. પરંતુ શાહરૂખ ખાન ક્યારેય પણ ફિલ્મોમાં આવવા માગતા નહોતા. શાહરૂખનુ આર્મીમાં જવાનુ સપનુ હતુ. જૂના ઈન્ટરવ્યુમાં શાહરૂખ ઘણી વખત તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
શાહરૂખ ખાને પોતાના જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ આર્મીમાં જવા માંગતા હતા. જેના માટે તેમને ખૂબ રસ હતો. કોલકત્તામાં સૈનિક સ્કૂલ અંગે પણ તેમને જાણકારી હતી. શાહરૂખ ખાને ઈન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતુ કે મને જાણવા મળ્યું કે આર્મીમાં જવા માટે વાળ કપાવવા પડે છે. જેના કારણે શાહરૂખે આર્મીમાં જવાનુ સપનુ છોડી દીધુ. શાહરૂખ જણાવે છે કે જીવનમાં તેમને ફરી એક વખત રીયલ લાઈફમાં વર્દી પહેરવાની તક મળી.