બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હવે શાહિદ-મીરાંએ મુંબઇમાં ખરીદ્યો આલીશાન લક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ, કિંમત કરોડોમાં
Last Updated: 10:05 AM, 28 May 2024
શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત પ્રોપર્ટીમાં ઘણું ઇન્વેસ્ટ કરતા રહે છે. ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે બંનેએ હવે મુંબઈમાં નવો લકઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે અને આ એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. અહેવાલો અનુસાર, આ એપાર્ટમેન્ટ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલો છે જે 5395 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂતનો એપાર્ટમેન્ટ સૌથી ટોપ ફ્લોરમાંથી એક છે. આ એપાર્ટમેન્ટ ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટનો ભાગ છે.
ADVERTISEMENT
કેટલી છે કિંમત
ADVERTISEMENT
હવે સવાલ એ થાય છે કે શાહિદ કપૂરે કેટલા કરોડમાં આ ઘર લીધું છે. અહેવાલો અનુસાર, બંને પતિ-પત્નીએ આ ઘર 59 કરોડમાં ખરીદ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બિલ્ડિંગનાં 28 એપાર્ટમેન્ટ ડી માર્ટનાં માલિક રાધાકૃષ્ણન દમાણીના પરિવારના અને નજીકના જાણીતાઓના છે. અહીં ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસની સાથે 5 BHK અને 4 BHK ફ્લેટ્સ પણ છે. બિલ્ડિંગની ઊંચાઈ 360 મીટર છે, અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહિદે 1.75 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે.
ક્યારે થશે શિફ્ટ
જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે શાહિદ કપૂર પરિવાર સાથે ક્યારે આ નવા ઘરમાં શિફ્ટ થશે. પરંતુ બની શકે કે તે જલ્દી જ ત્યાં શિફ્ટ થઈ જશે, કારણ કે આટલો લક્ઝરી અને મોંઘો એપાર્ટમેન્ટ લીધો છે તો ત્યાં રહેવા માટે તે પણ ઉત્સાહિત હશે.
વધુ વાંચો: પતિ સાથેની તસવીરો ડિલીટ કરતા જ દિવ્યા અગ્રવાલના છૂટાછેડાની અટકળો તેજ, તોડ્યું મૌન, જુઓ શું કહ્યું
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લે શાહિદ કપૂર તેરી બાતોં મેં એસા ઉલઝા જિયામાં કૃતિ સેનન સાથે જોવા મળ્યા હતા. ફિલ્મને કોઈ ખાસ રિસ્પોન્સ નથી મળ્યો. હવે શાહિદ કપૂર હવે ફિલ્મ દેવા અને ફર્જી 2માં જોવા મળશે. દેવામાં શાહિદ કપૂર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવવાના છે, જેમાં પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફર્જીની પહેલી સિઝનના ખૂબ જ વખાણ થયા હતા તો હવે દર્શકો તેમની આગામી ફિલ્મ ફર્જી 2 માટે ઘણા ઉત્સાહિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.