મીરાએ શૅર કર્યો શાહિદ સાથે લિપલૉક કરતો ફોટો, યૂઝર્સે કહ્યુ - ત્રીજાની ચાલી રહી છે તૈયારીઓ

By : juhiparikh 02:22 PM, 09 November 2018 | Updated : 02:22 PM, 09 November 2018
બોલિવુડના સ્ટાર કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતની એક ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં શાહિદ-મીરા લિપલોક કરતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં આ ફોટો મીરાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દિવાળીના દિવસે શૅર કર્યો હતો જેમાં કેપ્શન આપ્યુ હતુ કે, ‘માત્ર પ્રેમ...દિવાળીને શુભેચ્છાઓ’. યૂઝર્સ મીરા-શાહિદના આ ફોટો વાયરલ થયા પછી કપલને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Only love 💕Happy Diwali!

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️ happy Diwali everyone. Hope you spent it with those who matter most.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on


મીરાની આ પોસ્ટ જોઇને સોશ્યલ મીડિયા યુઝર તેમની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક લોકો પોતાની નારાજગી વ્યકત કરી રહ્યા છે.. એક યુઝરે તો લખ્યું કે,‘લાગે છે ત્રીજા બાળકની તૈયારી ચાલી રહી છે.’ એક અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે,‘આ ફોટો જોઈને લાગે છે કે તુ સાચે જ નાના શહેરની યુવતી છે. આ દિવાળી છે, વેલેન્ટાઈન ડે નહીં. આ પોસ્ટ દર્શાવે છે કે તારા જેવી મહિલાઓ ભારતીય સંસ્કૃતિ વિશે કશુ જાણતી નથી અને એ પણ નથી ખબર કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા શું માગે છે. આ ફોટોથી તુ જાહેર શું કરવા માગે છે? ઉફ્ફ તને લાગે છે કે આ પ્રેમ છે? આ પોસ્ટ જોયા બાદ હવે તને સેલિબ્રિટી નથી માની શકતો.’ એક યુઝરે કહ્યું કે,‘આ ભારત છે અમેરિકા નહીં. કાળી મહિલાના કાળા કામ, એક હીરો શુ મળી ગયો કે હવામાં ઉડવા લાગી. જરા સંભાળ, નહીં તો પાછી બિહાર પહોંચી જઈશ. તે આજના દિવસે જે ગંદગી ફેલાવી છે તેની માટે શબ્દો ઓછા છે...શરમ કર.’

તાજેતરમાં મીરા 5 સપ્ટેમ્બર 2018માં તે દીકરા ઝૈનની માતા બની. આ પહેલા મીરા-શાહિદને એક દિકરી છે, જેનું નામ મીશા છે. ઉલ્લેખનીય છે કે, મીરા-શાહિદે જૂલાઇ 2015માં અરેન્જ મેરેજ કર્યા હતા. Recent Story

Popular Story