shahid is not valid word foe soldiers who sacrifice their lives for nation
સ્પષ્ટતા /
સેના કે પોલીસમાં 'શહીદ' કોઈ શબ્દ જ નથી, મોદી સરકારે બતાવ્યું કે દેશ માટે જીવ આપતા જવાનને શું કહી શકાય
Team VTV10:22 AM, 30 Mar 22
| Updated: 10:46 AM, 30 Mar 22
સેના બાદ હવે રક્ષા મંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી દરમિયાન જીવ ગુમાવનારા જવાનો માટે શહીદ શબ્દનો ઉપયોગ કરવો ખોટું છે.
સેનામાં કોઈ 'શહીદ' શબ્દ જ નથી
દેશ માટે બલિદાન આપનારને શહીદ ન કહેવાય
રક્ષામંત્રાલયે પણ કરી સ્પષ્ટતા
જ્યારે ભારતીય સશસ્ત્ર દળોના જવાનો ફરજ દરમિયાન રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપે છે ત્યારે આપણે તેઓને શહીદ કહીને નમન કરીએ છીએ. જોકે સેના કે પોલીસના શબ્દકોશમાં શહીદ કે શહીદ જેવો કોઈ શબ્દ જ નથી. જી હા, આ અંગે સંરક્ષણ મંત્રાલયે સંસદમાં ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે સંઘર્ષ અથવા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન જીવ ગુમાવનારા સૈનિકો માટે 'શહીદ' શબ્દનો ઉપયોગ કરવો ખોટું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેને સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે શું સરકારે ફરજની લાઇનમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકો માટે 'શહીદ' શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. જેના જવાબમાં રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે 28 માર્ચે જવાબ આપ્યો હતો.
શહીદ કેમ ન કહેવાય ?
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે શહીદ શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ ધર્મ માટે લડતા હોય અથવા તેનું રાજકીય કારણ હોય. આ શબ્દ ધાર્મિક અને ઐતિહાસિક અર્થ છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા જવાનો દેશની એકતા અને પ્રાદેશિક અખંડિતતા અને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપી દે છે. ભારતીય સશસ્ત્ર દળોને તેમના વ્યાવસાયિક, અરાજકીય અને બિનસાંપ્રદાયિક સ્વભાવ પર ગર્વ છે.
સેના શું કહે છે ?
હાલમાં જ સેના દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી . ભારતીય સેનાએ કહ્યું છે કે શહીદ શબ્દનો ઉપયોગ કરવો ખોટો છે. આર્મી હેડક્વાર્ટર દ્વારા તમામ આદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'શહીદ શબ્દનો ઉપયોગ ખોટો છે'. તે કહે છે કે વર્ષો વર્ષ સશસ્ત્ર દળોના કેટલાક અધિકારીઓ અને મીડિયા પણ દેશ માટે બલિદાન આપનારા આપણા જવાનો માટે શહીદ શબ્દનો ઉપયોગ કરે છે.સૈન્યએ કહ્યું છે કે શહીદનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરવામાં આવે છે જેનું મૃત્યુ સજાના ભાગ રૂપે થયુ હોય. જેણે ધર્મ માટે ત્યાગ કરવાનો ઇન્કાર કર્યો હોય અથવા તો એવી વ્યક્તિ કે જેણે ધાર્મિક અને રાજનીતિક આસ્થા માટે માર્યા ગયા હોય. આથી ઇન્ડિયન આર્મીના સૈનિકો માટે આ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
શહીદ નહી તો શું કહેવાનું ?
Martyr શબ્દનો હિંદી અર્થ શોધીએ તો શહીદ શબ્દ મળે છે. પરંતુ શહીદની જગ્યાએ તેઓને બલિદાની અથવા પરાક્રમી કે વીર કહી શકાય. આ ઉપરાંત
સેનાએ કહ્યું કે ભાષણમાં અથવા ક્યાંય પણ બહાદુર સૈનિકોનો ઉલ્લેખ કરવા માટે, શહીદને બદલે 'કિલ્ડ ઇન એક્શન' (હત્યા), લેડ ડાઉન ધેર લાઇવ્સ એટલે કે જીવન ન્યોછાવર કરવું. સુપ્રીમ સેક્રાફાઇઝ ફોર ધ નેશન એટલે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન. ફોલન હીરોઝ એટલે વીરગતિ પ્રાપ્ત , ઇન્ડિય આર્મી બ્રેવર્સ એટલે ભારતીય આર્મીના બહાદુર તથા 'ફોલન સોલ્જર્સ'એટલે બહાદુર સૈનિક કહીને સંબોધન કરી શકાય.