બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Shahid film Bloody Daddy free streaming on jio cinema, Vivek Agnihotri asking Why
Megha
Last Updated: 02:01 PM, 9 June 2023
ADVERTISEMENT
શાહિદ કપૂરની ફિલ્મ 'બ્લડી ડેડી' 9મી જૂને Jio સિનેમા પર ફ્રીમાં સ્ટ્રીમ કરવામાં આવી છે. હાલમાં લોકોને આ જોવા માટે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ OTT પર 'બ્લડી ડેડી'ની ફ્રી રિલીઝ પર સવાલ ઉઠાવ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ સવાલ ઉઠાવ્યો છે કે 200 કરોડની ફિલ્મ મફતમાં કેમ બતાવવામાં આવે છે? વિવેક અગ્નિહોત્રીએ પણ કહ્યું કે આનાથી બોલિવૂડ બરબાદ થઈ જશે.
જણાવી દઈએ કે બ્લડી ડેડીનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ પહેલા તેણે 'એક થા ટાઈગર' અને 'સુલતાન' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. 'પીટીઆઈ' સાથેની વાતચીતમાં અલી અબ્બાસ ઝફરે 'બ્લડી ડેડી'ને ઓટીટીની મોટા બજેટની ફિલ્મ ગણાવી હતી.
ADVERTISEMENT
'બોલીવુડ તેની બરબાદીની ઉજવણી કરી રહ્યું છે'
વિવેક અગ્નિહોત્રીને સમજાતું નથી કે આટલા મોટા બજેટની ફિલ્મ મફતમાં કેમ બતાવવામાં આવી રહી છે? તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક અખબારની 'બ્લડી ડેડી' જાહેરાતની ક્લિપિંગ શેર કરી અને લખ્યું, 'કોઈ 200 કરોડની ફિલ્મ મફતમાં કેમ બતાવશે? આ શું બિઝનેસ મોડલ છે? દુઃખદ સમાચાર એ છે કે બોલિવૂડ તેના બરબાદીની ઉજવણી કરી રહ્યું છે.
Why would anyone show a 200 cr film for free? What’s this insane business model?
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 9, 2023
Sad news is that Bollywood is celebrating its own destruction. pic.twitter.com/OcpQyfgCEE
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
વિવેક અગ્નિહોત્રીના આ ટ્વીટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક યુઝર્સે OTT પર 'બ્લડી ડેડી'ની ફ્રી રિલીઝ પાછળનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એક યુઝરે લખ્યું, 'આ Jioનું બિઝનેસ મોડલ છે. તેઓ થોડા મહિનાઓ માટે કન્ટેન્ટ ફ્રીમાં આપશે, જેથી તેઓ કસ્ટમર બેઝ વધારી શકે. બાદમાં તે પોતાના ગ્રાહકને જાળવી રાખવા માટે ન્યૂનતમ ફી વસૂલવાનું શરૂ કરશે. ટૂંક સમયમાં અન્ય OTT પ્લેટફોર્મ્સ પાસે પણ તેમના ગ્રાહકો પાસેથી ઓછા પૈસા વસૂલવા અને જાહેરાતોમાંથી આવક મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
'બ્લડી ડેડી'માં શાહિદની એક્ટિંગના થવા વખાણ
'બ્લડી ડેડી'ની વાત કરીએ તો ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. દર્શકો શાહિદ કપૂરની સાથે વાર્તાની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 'બ્લડી ડેડી'માં શાહિદ કપૂર પરફેક્ટ જોન વિક અવતારમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાના એક્શનથી બધાને ચોંકાવી દીધા છે. 'બ્લડી ડેડી'માં સંજય કપૂર, રોનિત રોય, રાજીવ ખંડેલવાલ અને ડાયના પેન્ટી પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.