શનિવારે સવારે શાહીનબાગ વિસ્તારમાં એક વ્યક્તિ બંદૂક લઈને પહોંચી ગયો હતો. દિલ્હી પોલિસે તેની ધરપકડ કરી લીધી હતી. આ સમયે બોલિવૂડ સેલિબ્રિટીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાનો મત રાખવાનું શરૂ કર્યું છે.
બોલિવૂડ સેલિબ્રિટીએ વ્યક્ત કર્યું દુઃખ
શાહીનબાગમાં બંદૂક અને તમંચા સાથે પહોંચ્યો યુવક
યુવકે કર્યો ગોળીબાર, પોલીસે કરી ધરપકડ
મળતી માહિતી અનુસાર આરોપીએ કહ્યું કે દેશમાં ફક્ત હિંદુઓનું જ ચાલશે. દિલ્હી પોલિસે તેની ધરપકડ કરી લીધી છે. એક પછી એક લોકોમાં ગુસ્સો, ડર અને હેરાની જોવા મળી રહી છે. બોલિવૂડના સેલિબ્રિટીએ આ કેસમાં દુઃખ વ્યક્ત કરવાની સાથે પોતાનો ગુસ્સો પણ જાહેર કર્યો છે.
શાહીનબાગ વિસ્તારમાં દિલ્હી પોલીસે આરોપીની કરી ધરપકડ.
This is something that I never imagined would happen in India. Stop this divisive dangerous politics. It fuels HATE. If you believe yourself to be a Hindu then understand that the religion is about Karma and dharma and this is not either of those. https://t.co/nAZcUX6p7o
એક્ટ્રેસ સોનમ કપૂરે ટ્વિટ કરીને લોકોને નફરત ન ફેલાવવાની અપીલ કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું કે ભારતમાં આવું થશે તેની મેં કલ્પના પણ કરી ન હતી. આ ખતરનાક વિભાજનકારી રાજનીતિ બંધ કરો. તેનાથી નફરત ફેલાય છે. જો તમે પોતાને હિંદુ માનો છો તો સમજી લો કે તમારો ધર્મ તમારા કર્મને વિશે હોય છે અને આ જે થઈ રહ્યું છે તે તેનો ભાગ નથી.
It’s my faith. And you need to learn it. This is not the practice of Hinduism. This is the religion of HATE.
Yes I do TROLL . You have so much bad karma piling up you should be scared of what destiny holds for you. I will pray for your lost atma and all those people who are fuelled by hate. Om Namah Shivay!
સોનમ કપૂરના આ ટ્વિટ બાદ અનેક લોકોએ તેને ટ્રોલ કરવાની કોશિશ કરી અને તેની પર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. સોનમે પણ દરેકને જવાબ આપ્યા છે. સોનમ કપૂરે લોકોને શું કહ્યું અને તેમને કેવી વાતોનો સામનો કરવો પડ્યો.