Shah Rukh Khans first press conference after the success of the film Pathan thanks fans for their love
મનોરંજન /
ફિલ્મ 'પઠાણ'ની સક્સેસ બાદ શાહરૂખ ખાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ, ફેંસના પ્રેમ બદલ માન્યો આભાર
Team VTV06:03 PM, 30 Jan 23
| Updated: 06:37 PM, 30 Jan 23
ફિલ્મ પઠાણને ફેંસની તરફથી મળેલા અપાર પ્રેમના કારણે કિંગ ખાન ખૂબ જ ખુશ છે. ફિલ્મની સક્સેસ બાદ ફિલ્મની સ્ટારકાસ્ટ અને કિંગ ખાન પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ફિલ્મ પઠાણ
ફિલ્મની સક્સેસ બાદ મીડિયા સામે આવી ફિલ્મની સ્ટારકાસ્ટ
શાહરૂખ ખાને ફેંસનો માન્યો આભાર
પઠાણની સક્સેસ બાદ કિંગ ખાન પોતાના ફેંસ સામે આવવા અને પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરવા માટે પ્રેસ કોન્ફ્રન્સ માટે ઈવેન્ટમાં પહોંચ્યા હતા. તે સમયે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ હાજર છે.
દીપિકાના વખાણ કરતા શાહરૂખ ખાને તેના માટે ગીત ગાયું હતું અને જોન અબ્રાહમની એક્ટિંગના પણ શાહરૂખ ખાને ખૂબ વખાણ કર્યા હતા.
4 વર્ષમાં શાહરૂખ ખાન
શાહરૂખ ખાને કહ્યુ, "મારી પાસે જે ચાર વર્ષ હતા... કોવિડના સારા અને ખરાબ ભાગ પણ હતા. મેં કામ ન કર્યું. મારા બાળકોની સાથે હતો. મેં તેમને મોટા થતા જોયા. મારી છેલ્લી ફિલ્મ ન હતી ચાલી અને લોકોએ કહ્યું કે હવે મારી ફિલ્મો નહીં ચાલે."
પઠાણ કોન્ટ્રોવર્સીને લઈને કહી આ વાત
શાહરૂખ કાને કહ્યું, "અમે ત્રણેય મીડિયાને નથી મળ્યા. અમે તેને કોવિડ-19 વખતે શૂટ કરી હતી. અમે ખૂબ જ મહેનત કરી. માટે અમે કામના મૂડમાં હતા. આ વસ્તુઓ છતાં ફિલ્મનું આટલું સમર્થન કરવા માટે ધન્યવાદ. ફિલ્મની હેપ્પી રિલીઝે કોન્ટ્રોવર્સીના દુઃખને ઓછુ કરી દીધું છે."
પઠાણ ફિલ્મે ઓલઓવર વર્લ્ડ અત્યાર સુધી 542 કરોડની કમાણી કરી લીધી છે.
હું ઈચ્છુ છુ પ્રેમથી રિલીઝ થાય મારી ફિલ્મો...
શાહરૂખ ખાને કહ્યું, "આ એક એવો એક્સપિરિયન્સ છે જેની અંદર જોવું જોઈએ. કદાચ અમે ઉપરવાલા પ્રત્યે વધારે આભારી હોઈશું. ઘણી વખત આપણે લોકોને ફોન કરવો પડે છે કે તે ફિલ્મોને સરળતાથી રિલીઝ કરે અને તેમણે એવું જ કહ્યું. હું ઈચ્છુ છું કે મારી ફિલ્મો પ્રેમથી રિલીઝ થાય. મને વિશ્વાસ છે કે ફિલ્મ જોવા મારે અમુક મિત્રો ઉત્સાહિત થઈ ગયા હશે અને એક કે બે ખૂર્સી તોડી હશે. પરંતુ ઈન્ટેન્શન એ છે કે તેમણે ફિલ્મ જોઈને ફક્ત ખુશી મહેસુસ થાય. આ એક અનુભવ હોવો જોઈએ, પોપકોર્નના ખાલી પેકેટથી વધારે."
હું ઈચ્છુ છુ પ્રેમથી રિલીઝ થાય મારી ફિલ્મો...
શાહરૂખ ખાને કહ્યું, "આ એક એવો એક્સપિરિયન્સ છે જેની અંદર જોવું જોઈએ. કદાચ અમે ઉપરવાલા પ્રત્યે વધારે આભારી હોઈશું. ઘણી વખત આપણે લોકોને ફોન કરવો પડે છે કે તે ફિલ્મોને સરળતાથી રિલીઝ કરે અને તેમણે એવું જ કહ્યું. હું ઈચ્છુ છું કે મારી ફિલ્મો પ્રેમથી રિલીઝ થાય. મને વિશ્વાસ છે કે ફિલ્મ જોવા મારે અમુક મિત્રો ઉત્સાહિત થઈ ગયા હશે અને એક કે બે ખૂર્સી તોડી હશે. પરંતુ ઈન્ટેન્શન એ છે કે તેમણે ફિલ્મ જોઈને ફક્ત ખુશી મહેસુસ થાય. આ એક અનુભવ હોવો જોઈએ, પોપકોર્નના ખાલી પેકેટથી વધારે."
અબજો લોકોએ આપ્યો પ્રેમ
શાહરૂખ ખાને ફેંસના પ્રેમ પર કહ્યું, "જ્યારે કોઈ ફિલ્મ હિટ નથી થતી ત્યારે પણ મને આટલો પ્રેમ મળે છે. મારા વડિલોએ મને કહ્યું હતું કે જ્યારે વસ્તુઓ બગડે ત્યારે તેની પાસે જાઓ જે તમને વધારે પ્રેમ કરે છે. મારુ સૌભાગ્ય છે કે મારી પાસે અબજો લોકો છે જે મને પ્રેમ કરે છે. ઉદાસ થઉ છું તો તમારી બાલ્કનીમાં જઉ છું. જ્યારે હું ખુશ થઉ છું તો બાલકનીમાં આવું છું. ભગવાન એટલા કાઈન્ડ છે કે તેમણે મને બાલ્કનીમાંથી નવી લાઈફ આપી છે. "
ફિલ્મની સક્સેસ બાદ ફેંસ પહોંચ્યા હતા મંન્નત
જણાવી દઈએ કે ફિલ્મ પઠાણની સક્સેસ બાદ શાહરૂખ ખાનના ફેંસ તેના ઘર મંન્નત બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામના દ્વશ્યો પણ સર્જાયા હતા. ત્યાર બાદ કિંગ ખાને બહાર આવીને પોતાના ફેંસને ધન્યવાદ કર્યું હતું. જેનો વીડિયો ખુદ શાહરૂખ ખાને ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.
Mehmaan Nawaazi Pathaan ke ghar par… Thank u all my Mehmaans for making my Sunday so full of love. Grateful. Happy. Loved. pic.twitter.com/ivfpK07Vus
'પઠાણ' ફિલ્મે બનાવ્યા કમાણીના નવા રેકોર્ડ
જણાવી દઈએ કે ફિલ્મે રિલીઝના ત્રણ દિવસની અંદરજ 300 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. લગભગ 4 વર્ષ પછી મોટા પડદા પર શાહરૂખની વાપસીએ ચાહકોની ઉત્તેજના એક અલગ જ સ્તર પર લઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.
લોકોને કિંગ ખાનનો આ નવો અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. શાહરુખ ખાનની ફિલ્મ માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને દર્શકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા જઈ રહ્યા છે.
રિલીઝ બાદ રેકોર્ડ તોડી રહી છે ફિલ્મ
લોકોમાં પઠાણ ફિલ્મનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ માટે મિડનાઇટ શો પણ શરૂ કરવામાં આવ્યા છે અને આ શો માટે બુકિંગ શરું થતાની સાથે જ ફુલ થઈ રહ્યા છે. જેની આતરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ફિલ્મ પઠાણ રિલીઝ થતાની સાથે રેકોર્ડ તોડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો રિલીઝ પહેલા મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો હતો.