બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 PM, 17 March 2025
શાહરૂખ-સલમાન સહિત અનેક ખ્યાતનામ કલાકારો સાથે કામ કરી ચુકેલા કલાકારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. ફિલ્મ બાજીગરમાં શાહરૂ, કાજોલ અને શિલ્પા શેટ્ટી માટે કારકિર્દીમાં ખુબ જ મહત્વપુર્ણ રહી. આ દરમિયાન આદિ ઇરાનીએ કહ્યું કે, બાજીગર જેવી ફિલ્મ છતા પણ તેને ખુબ જ સ્ટ્રગલ કરવી પડી હતી.
ADVERTISEMENT
ડાયરેક્ટર અબ્બાસ મસ્તાનની ફિલ્મ બાજીગર શાહરુખ ખાન, કાજોલ અને શિલ્પા શેટ્ટી માટે કરિયર ચેન્જિંગ મુવ હતી. આ ફિલ્મથી શાહરૂખ દરેક ઘરમાં પોપ્યુલર બન્યો હતો. તેના પાત્રને લોકોએ ખુબ જ પસંદ કર્યું. જો કે આ ફિલ્મમાં એક અભિનેતા એવો પણ હતો જેનો રોલ તો ખુબ જ મહત્વપુર્ણ હતો પરંતુ તેની કિસ્મત બદલી નહોતી. અભિનેતા આદિ ઇરાનીએ બાજીગર બાદ ખુબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. તેને ફિલ્મોમાં કામ મળવાનું ઓછું થઇ ગયું અને ત્યાંથી જ તેની સ્ટ્રગલની શરૂઆત થઇ હતી.
આદિ ઇરાનીએ કહી ઇમોશનલ વાત
ADVERTISEMENT
હાલમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન આદિએ પોતાના મુશ્કેલ સમયને યાદ કરતા કહ્યું કે, તેમણે બાજીગર જેવી ફિલ્મો છતા પણ ખુબ જ સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાએ કહ્યું કે, મારી પુત્રીનો જન્મ 1995 માં થયો હતો. ત્યારે દુધ 5 રૂપિયાનું આવતું હતું અને ક્યારેક મારી પાસે એટલા રૂપિયા પણ નહોતા. દરરોજ મને શહેરમાં કામ અને રોલ માટે ભટકવું પડતું હતું. જેના માટે હું મારા મિત્રનું સ્કુટર માંગતો હતો. જો કે ક્યારેક તો મારી પાસે સ્કુટરમાં પેટ્રોલ ભરાવવા જેટલા પૈસા પણ રહેતા નહોતા.
આદિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેમની પાસે પેટ્રોલના પૈસા પણ નહોતા બચતા ત્યારે તે ઘરેથી સ્ટોપ સુધી ચાલીને જતો હતો. મને યાદ છે ક્યારેક લોકો મને પુછતા કે તમે બસ સ્ટોપ પર કેમ ઉભા છો? હું તેમને ખોટું કહેતો હતો કે મિત્રની રાહ જોઇ રહ્યો છું. ત્યાર બાદ હું ઘરે જતો રહેતો હતો.
દુધ કે પેટ્રોલ માટે પણ પૈસા નહોતા
આદિ ઇરાનીએ જણાવ્યું કે, એક સમય મારી પાસે ફોન ખરીદવા જેટલા પૈસા પણ નહોતા. તેમના ઘર નજીક એક પીસીઓ બુધ હતું જ્યાંથી તેઓ રોજ પોતાના માટે મેસેજ 1 રૂપિયામાં લેતા હતા. જો તેમને કોલ બેક કરવાનો હોય તો તેઓ પીસીઓ વાળાને વધારે એક રૂપિયો આપતા હતા. તેમણે કામ માટે દરેક પ્રકારના રોલની હા પાડી હતી કારણ કે તેમને પૈસાની ખુબ જ જરૂર હતી.
આદિ ઇરાની બોલિવુડની તમામ ફિલ્મો જેવી કે બાજીગર, ચોરી ચોરી છુપકે છુપકે, વેલકમ, બાદશાહમાં નાના સાઇડ રોલ કરી ચુક્યા છે. તેઓ લેજન્ડરી અભિનેત્રી અરૂણા ઇરાનીના સગા ભાઇ પણ છે. અભિનેતાએ બાજીગરમાં વિક્કી મલ્હોત્રાનું પાર્ત ભજવ્યું હતું, જે શાહરૂખ ખાનનો મિત્ર હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.