છેલ્લા આશરે 25 વર્ષથી પણ વધારે બોલીવુડ કરિયરમાં શાહરૂખ ખાને એક એકથી સારી ફિલ્મો આપી છે. શાહરૂખે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે. એવામાં એક વખત ફરીથી શાહરૂખે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
જણાવી દઇએ કે શાહરૂખ ખાનને મેલબર્નના 10માં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એક્સીલેન્સ આ સિનેમા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહનું આયોજન 8 ઓગસ્ટે કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખને લિંડા ડેસાઉ પુરસ્કૃત કરશે. નોંધનીય છે કે લિંડા વિક્ટોરીયાની 29મી રાજ્યપાલના રૂપમાં શપથ લેનારી પહેલી મહિલા છે.
શાહરૂખ ખાન આ સમારોહનો મુખ્ય મહેમાન હશે. વર્ષ 2019માં આ ક્રાર્યક્રમની થીમ સાહસ છે. આયોજન પલાસ થિયેટરમાં આયોજિત થશે. આ એવોર્ડ દ્વારા આયોજકર ભારતીય સિનેમામાં શાહરૂખના યોગદાનને સમ્માનિત કરવામાં આવશે.
આ માટે શાહરૂખે એક ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે 'હું આ સમ્માન માટે આભારી છું. મેલબર્નમાં સિનેમાનો જશ્ન મનાવવા માટે ભારતના વિભિન્ન જગ્યાએથી આવી રહેલા મારા તમામ સાથી અને ઉદ્યોગના સભ્યોની સાથે મંચ અને પોડિયમ શેર કરવો એક શાનદાર અનુભવ હશે. એની સાથે જ હું માનનીય લિંડા ડેસાઉને મળવા માટે ઉત્સુક છું.'
નોંધનીય છે કે શાહરૂખ ખાન આ પહેલા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, ફ્રાંસ સરકાર દ્વારા ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ અને લેગિયન ડી'હોનૂરથી પણ સમ્માનિત થઇ ગયો છે. તો બીજી બાજુ એે બેડફોર્ડશાયર વિશ્વવિદ્યાલય, એડિનબર્ગ વિશ્વવિદ્યાલય, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ વિશ્વવિદ્યાલય અને યૂનાઇટેડ કિંગડમમાં વિધિ વિશ્વવિદ્યાલય દ્વારા માનદ ડોક્ટરેટની પદવી પણ આપવામાં આવી છે.