Shah Rukh Khan took this idea from South to hit Pathan makers will also save crores of rupees
આઇડિયા /
શાહરુખ ખાને પઠાન હિટ કરવા સાઉથ પાસેથી લીધો આ આઇડિયા, મેકર્સના પણ બચી જશે કરોડો રૂપિયા
Team VTV11:34 PM, 20 Jan 23
| Updated: 12:38 AM, 21 Jan 23
દેશભરમાં વિરોધ થયા બાદ શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મ બોક્સ ઓફિસ પર 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. જેમાં શાહરૂખ ખાન પઠાણનું પાત્ર ભજવી રહ્યા છે.
25 જાન્યુઆરીથી સીનેમા ઘરોમાં પઠાણ ફિલ્મ રિલીઝ
શાહરુખ ખાને પઠાણ ફિલ્મ હિટ કરવા લીધો આઈડિયા
25 જાન્યુઆરીથી સીનેમા ઘરોમાં 'પઠાણ' ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ત્યારે પઠાણ ફિલ્મમાં એક્શન જોવા માટે ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ 4 વર્ષ પછી મુખ્ય અભિનેતા તરીકે દેખાઈ રહયો છે. આ દરમિયાન શાહરૂખથી લઈને ફિલ્મ નિર્માતાઓએ માર્કેટિંગ અને પ્રમોશનને લઈને મોટી સ્ટ્રેટેજી બનાવી છે. જેને લઈને ફિલ્મ નિર્માતાના પણ કરોડો રૂપિયા બચાવી રહ્યા છે. ફિલ્મ નિર્માતાઓએ 'દ્રશ્યમ 2'ની સ્ટ્રેટેજી ફોલો કરી છે ઉપરાંત સાઉથના કલાકારો પાસેથી પ્રેરણા લઈને ફિલ્મ અપનાવ્યો છે.
અમૂલ વી મોહને કહ્યું કે...
પઠાણ ફિલ્મની માર્કેટિંગ ટીમે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમને 'દ્રશ્યમ 2' નો તર્ક લગાડીને મીડિયા ઈન્ટરવ્યુ ન આપવા જણાવ્યું છે. ફિલ્મ નિર્માતા અમૂલ વી મોહને મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ કોઈ નવી પદ્ધતિ નથી. તમામ માટે આ એક મોટી ઇવેન્ટ ફિલ્મ છે.તેનું પરંપરાગત માર્કેટિંગ બરાબર છે.
શમશેરાની સરખામણી 'પઠાણ' સાથે
અમૂલ વી મોહને યશરાજ ફિલ્મ્સની શમશેરાની સરખામણી 'પઠાણ' સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, રણબીર કપૂરની 'શમશેરા'નું જબરજસ્ત પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ ફ્લોપ થઈ હતી. તે જ સમયે, તરણ આદર્શે એમ પણ કહ્યું કે ભવિષ્યની ફિલ્મોએ પઠાણની સ્ટાર કાસ્ટ પાસેથી શીખવું જોઈએ.તેણે કહ્યું કે ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર અને કલાકારોએ ઈન્ટરવ્યુ ન આપવા જોઈએ, માત્ર ફિલ્મની વાર્તાને જ ફિલ્મ વિશે બોલવાની છૂટ હોવી જોઈએ.
પઠાણ ફિલ્મ નિર્માતાના 20-25 કરોડ રૂપિયા બચાવશે
તરણ આદર્શે કહ્યું કે પ્રમોશનમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.પરંતુ ફિલ્મ 'પઠાણ'ના પ્રમોશન માટે એકસાથે 20-25 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આવી સ્થિતિમાં કંપની પ્રમોશન ન કરીને કરોડો રૂપિયા બચાવી શકે છે અને અન્ય જગ્યાએ રોકાણ કરી શકે છે. બીજી બાજુ, ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ કહ્યું કે સાઉથના કલાકારો પોતાની ફિલ્મની રિલીઝ પહેલા કોઈ ઈન્ટરવ્યુ નથી આપતા અથવા પ્રમોશન પણ કરતા નથી.
શાહરૂખે સાઉથના આ કલાકારો પાસેથી પ્રેરણા લીધી હતી
રમેશ બાલાએ તાજેતરમાં રિલીઝ થયેલી અજિત ની થુનીવુ અને થાલાપથી વિજયની 'વરિસુ'ના ઉદાહરણ આપ્યુ હતું. તેણે કહ્યું કે આ આજની સુપરહિટ ફિલ્મો છે. અજિત અને વિજયે ફિલ્મની રિલીઝ પહેલા કોઈ ઈન્ટરવ્યુ નથી આપ્યું અને તે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. સાઉથમાં સ્ટાર્સ પ્રમોશન અને ઈન્ટરવ્યુ વગર ચાલે છે.આટલું જ નહીં, મેકર્સની વાત અને માર્કેટિંગ સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને શાહરૂખ ખાન ન તો કપિલ શર્મા શોમાં જઈ રહ્યો છે અને રિયાલિટી શો 'બિગ બોસ 16'માં પણ નહિ જાય.