Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મનોરંજન / જોરદાર છે શાહરૂખ ખાનના પુત્ર આર્યનનો અવાજ, સામે આવ્યો The Lion King નો વીડિયો

જોરદાર છે શાહરૂખ ખાનના પુત્ર આર્યનનો અવાજ, સામે આવ્યો The Lion King નો વીડિયો

શાહરૂખ ખાને 'ધ લાયન કિંગ' નો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે, જેમાં એના પુત્ર આર્યને ફિલ્મના લીડ કિરદારને પોતાનો અવાજ આપ્યો છે.

બોલીવડનો બાદશાહ શાહરૂખ ખાને 'ધ લાયન કિંગ' નો વીડિયો શેર કર્યો છે, જેમાં એના પુત્ર આર્યન ખાને ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મમાં સિમ્બાના કિરદારને આર્યને પોતાનો અવાજ આપ્યો છે, જે ખૂબ જ ઇમ્પ્રેસ કરતો છે. 

હિન્દી વર્ઝનમાં તૈયાર આ પ્રમોશનલ વીડિયોને શાહરૂખ ખાને પોતાના ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં આયર્ન સિમ્બાનો ડાયલોગ બોલી રહ્યો છે. જો કે આ પ્રમોશનલ વીડિયોમાં એની બે લાઇનો જ સાંભળવા મળી રહી છે, જેમાં એ કહી રહ્યો છે, 'હું છું સિમ્બા, મુસાફાનો પુત્ર. બાબાએ મને સૂરજની રોશની ટચ કરતી દરેક ચીજનો રક્ષક બનાવ્યો હતો. હવે જો હું નહીં લડું તો કોન લડશે.'

આ વીડિયોમાં સિમ્બાનો અવાજ સાંભીને એક વાર માટે તમને એવું લાગશે જેમ કે શાહરૂખ ખાન બોલી રહ્યો છે. આર્યનની અવાજ સાંભળીને ફિલ્મમેકર કરણ જોહરે જોરદાર વખાણ કર્યા છે અને કહ્યું છે કે એનો અવાજ સાંભળીને ખૂબ જ ઉત્સાહિત છું. કેટલાકે કહ્યું કે આર્યનનો અવાજ એના પિતા જેવો દમદાર છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ