''સલમાનની જેમ અબરામ પણ દરેક છોકરીને I LOVE YOU કહી દે છે'': શાહરૂખ ખાન

By : juhiparikh 03:49 PM, 12 September 2018 | Updated : 03:49 PM, 12 September 2018
શાહરૂખ ખાન અને સલમાન ખાનની દોસ્તી હાલમાં ચર્ચામાં છે ,તેમની પાક્કી મિત્રતા વચ્ચે થોડી મુશ્કેલી જરૂરથી આવૂ હતી પરંતુ બંને સ્ટાર્સ ફરી એક વખત નિકટ આવી ગયા છે. તેનું સબૂત ઘણા અવસરો પર સાથે જોવા મળે છે. સલમાન જ્યાં શાહરૂખની અપકમિંગ ફિલ્મ 'ઝીરો'ના સોંગમાં જોવા મળશે, તો કિંગ ખાન હાલમાં જ દબંગ ખાનના ટીવી શો 'દસ કા દમ'ના ફાઇનલમાં પહોંચ્યો હતો.

સલમાનના શોમાં શાહરૂખ પહોંચ્યો તો તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. સેટથી બંનેની ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. ફેન્સ પણ પોતાના ફેવરિટ ખાન્સને એકસાથે જોઇને ખુશ થઇ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શોના શૂટિંગ દરમિયાન શાહરૂખે સલમાનની મજાક ઉડાવતા કહ્યુ કે, દિકરા અબરામની એક આદત સલમાન સાથે મળતી આવે છે. અબરામ જ્યારે પણ સલમાનની જેમ કોઇ છોકરી જોવે છે તો તેણે આઇ લવ યૂ કહી દે છે. આ સાંભળીને સલમાન સાથે જ સેટ પર ઉપસ્થિત બાકીના લોકો પણ હસવા લાગ્યા.

ફ્રેન્ડશિપની વાત કરતા શાહરૂખે માન્યુ કે, ઇન્ડસ્ટ્રીના જો કોઇ તેનું સાચું મિત્ર છે તો તે સલમાન ખાન જ છે. તેણે કહ્યુ કે, કોઇપણ મુશ્કેલ સમય હોય તો આંખ બંધ કરીને સલમાન પર વિશ્વાસ કરી શકે છે. જણાવી દઇએ કે, શાહરૂખ ખાન હાલમાં આનંદ એલ રાયની ફિલ્મ 'ઝીરો'ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળશે, તો સલમાન ખાન હાલમાં 'ભારત'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પણ કેટરિના લીડ રોલમાં જોવા મળશે.Recent Story

Popular Story