જો તમે શાહરૂખ ખાનના પાક્કા ફેન છો. તો અમે તમને તેની જીવનશૈલી સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો.
શાહરૂખના ફેન હશો તો ચોંકી જશો
ખરેખર આવું જીવન જીવે છે શાહરૂખ?
જાણો કિંગ ખાનની લાઈફસ્ટાઈલ વિશે
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેને બોલિવૂડમાં તે સ્થાન મળ્યું છે જે દરેકને નથી મળતું. પરંતુ આ ફેમ પાછળ પણ એક એવું સત્ય છુપાયેલું છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. કરોડો દિલો પર રાજ કરનાર શાહરૂખ ખાન એવી લાઈફ સ્ટાઈલ જીવે છે, જેના વિશે જાણીને તમે પણ દાંત નીચે આંગળી દબાવી જશો.
શાહરૂખ ખાવાનો છે શોખીન
શાહરૂખ ખાનને સ્મોકિંગની લત છે અને તે ખુલ્લેઆમ આ વાત જાહેર કરે છે. વર્ષ 2011માં આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતે જ તેની અનહેલ્ધી આદત વિશે જણાવ્યું અને ખુલાસો કર્યો કે તે દિવસમાં 100 સિગારેટ પીવે છે અને લગભગ 30 કપ બ્લેક કોફી પીવે છે.
આ જ ઈન્ટરવ્યુમાં SRKએ પણ તેના ભોજન પ્રત્યેના પ્રેમ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પિતા દિલ્હીમાં રેસ્ટોરન્ટના માલિક હતા અને તે સ્પેશિયલ પઠાણી ફૂડ બનાવતા હતા જ્યારે તેની માતા અદ્ભુત હૈદરાબાદી ભોજન બનાવતા હતા. તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી તેની માતા જીવીત હતા, તે હંમેશા તેને પોતાના હાથે ખવડાવતા હતા.
100 સિગારેટ પીવે છે શાહરૂખ
આ જ ઈન્ટરવ્યુમાં શાહરૂખે પોતાના ડાયટ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે મને ઉંઘ નથી આવતી. હું લગભગ 100 સિગરેટ પીવું છું. હું ભોજન કરવાનું ભુલી જઉ છું. મને હમણાં જ યાદ આવ્યું કે મારે હજુ ભોજન કરવાનું પણ બાકી છે. હું પાણી પીવાનું પણ ભુલી જાઉ છું. દિવસમાં કુલ મળીને 30 કપ કોફી પીવું છું અને મારા સિક્સ પેક એબ્સ છે. માટે હું જેટલું પોતાનું ધ્યાન ઓછુ રાખુ છું મારુ તેટલુ જ ધ્યાન જેતે જ રખાઈ જાય છે.