બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:08 PM, 7 November 2024
Shah Rukh Khan : મુંબઇથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સલમાન ખાન બાદ ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને ફૈઝાન ખાન નામના વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મહારાષ્ટ્રના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. રાયપુરના આરોપીએ અભિનેતા પાસેથી મોટી ખંડણી માંગી છે.
ADVERTISEMENT
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે . રિપોર્ટ અનુસાર તેને ધમકીનો ફોન આવ્યો હતો. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરના રહેવાસી ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો છે.
ADVERTISEMENT
मुंबई के बांद्रा पुलिस स्टेशन में एक अज्ञात व्यक्ति के खिलाफ अभिनेता शाहरुख खान को कथित तौर पर धमकी देने का मामला दर्ज किया गया है। बीएनएस की धारा 308(4), 351(3)(4) के तहत मामला दर्ज किया गया है। अधिक जानकारी की प्रतीक्षा है।
— ANI_HindiNews (@AHindinews) November 7, 2024
(फाइल फोटो) pic.twitter.com/Ouzp6NMVcP
સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે રાયપુર ગઈ છે. અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે ધમકી આપવા બદલ બાઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 308(4), 351(3)(4) BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનિય છે કે, શાહરૂખને ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ધમકી મળી હતી. આ પહેલા પણ તેને કરિયરમાં ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પઠાણ અને જવાન ફિલ્મોની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અભિનેતાએ આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેને Y+ સુરક્ષા આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.