Shah Rukh Khan Went To Lal Bagh Ke Raja: બોલિવુડના 'જવાન' શાહરૂખ ખાન ગુરૂવારે લાલ બાગ કે રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે દિકરો અબરામ પણ દર્શન કરવા પહોંચ્યો હતો.
લાલ બાગના દર્શને પહોંચ્યો શાહરૂખ
દિકરા અબરામે પણ કર્યા દર્શન
જવાનની કમાણી 900 કરોડને પાર
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ હાલ પોતાની ફિલ્મ 'જવાન'ની સફળતાને એન્જોય કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે કામમાં વ્યસ્ત રહ્યા હતા ત્યાં જ 3 દિવસથી SRK ગણપતિ બાપ્પાની સેવામાં જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન ગુરૂવારે મુંબઈના પ્રસિદ્ધ લાલ બાગના રાજાના દરબારમાં પોતાના નાના દિકરા અબરામ સાથે પહોંચ્યા હતા.
શાહરૂખ દર વર્ષે જાય છે દર્શન માટે
શાહરૂખ અને અબરામે બાપ્પાના ચરણોમાં નમન કરી તેમના આશીર્વાદ લીધા. શાહરૂખ આ વખતે જ્યારે અબરામને લઈને પહોંચ્યા હતા તેમના ફેંસ પણ તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. જણાવી દઈએ કે શાહરૂખ ખાન દર વર્ષે બાપ્પાના દર્શન માટે જાય છે.
મહત્વનું છે કે ગયા વર્ષે આર્યન ખાન લાલબાગના રાજાના આશીર્વાદ માટે પહોંચ્યો હતો અને શાહરૂખ ન હતા જઈ શક્યા. અને આ વર્ષે તે પોતાના નાના દિકરા અબરામ સાથે અને મેનેજર પૂજા દદલાનીની સાથે બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.