બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan pathaan also involved in bollywood swaha twitter trend

મનોરંજન / બૉયકોટ બોલિવુડ તો ઠીક! ટ્વિટર પર હવે ટ્રેન્ડ થયું #BollywoodSwaha, કારણ છે ચોંકાવનારું

Premal

Last Updated: 12:38 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ ઈન્ડસ્ટ્રીને લઇને સોશિયલ મીડિયામાં બોયકૉટનુ અભિયાન છેડાયેલુ છે. આ દરમ્યાન હવે બોયકૉટ બોલીવુડ સિવાય ટ્વિટર પર બોલીવુડ સ્વાહા પણ ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • બોયકૉટ બોલીવુડ તો હતુ જ
  • હવે ટ્વિટર પર થયુ ટ્રેન્ડ #BollywoodSwaha
  • જાણો, આ નવા ટ્રેન્ડની પાછળનુ શું કારણ છે

હવે બોલીવુડ સ્વાહા પણ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ કરી રહ્યો છે 

ગયા વર્ષથી સોશિયલ મીડિયામાં હિન્દી સિનેમા જગતની બોયકૉટ ટ્રેન્ડના કારણે ઘણી ફજેતી થઇ છે. જેના કારણે સુપરસ્ટાર આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા જેવી ફિલ્મો બોયકૉટની ભેટ ચઢી ગઇ છે. હાલમાં બોલીવુડના દિગ્ગજ કલાકાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને બોયકૉટ ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે બોયકૉટ બોલીવુડ ફરીથી શરૂ થયો છે. હવે આ દરમ્યાન બોલીવુડ સ્વાહા પણ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ કરી રહ્યો છે. આવો જાણીએ કે આ નવા ટ્રેન્ડની પાછળનુ શું કારણ છે. 

કેમ થઇ રહ્યું છે બોલીવુડ સ્વાહા ટ્રેન્ડ

બોલીવુડના બહિષ્કારને લઇને ટ્વિટર પર અવાર-નવાર કઈકને કઈક ટ્રેન્ડ કરે છે. જેની પાછળનુ કારણ ઈન્ડસ્ટ્રીના અભિનેતાના જૂના વિવાદીત નિવેદન અથવા ફિલ્મના સીન્સ અને ટાઈટલ મનાય છે. આ વખતે ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે લેટેસ્ટ બોલીવુડ સ્વાહા ટ્રેન્ડ થવા પાછળનુ કારણ પણ આ જણાવાઈ રહ્યું છે. ખરેખર આ હેશટેગ દ્વારા હિન્દી સિનેમાના કલાકાર શાહરૂખ ખાનના આ જૂના નિવેદનોને શેર કરાઈ રહ્યાં છે. 

ફિલ્મ પઠાણને લઇને લોકોએ દર્શાવ્યો છે વાંધો 

જેમાં શાહરૂખ ખાન ધર્મને લઇને વાત કરતા દેખાઈ રહ્યાં છે. એવામાં તેમની ફિલ્મ પઠાણના ટાઈટલને લઇને લોકો ખૂબ વાંધો દર્શાવી ચૂક્યા છે. શાહરૂખ જ નહીં, ઈન્ડસ્ટ્રીના અન્ય તમામ કલાકારોની પણ બોલીવુડ સ્વાહા #BollywoodSwaha હેશટેગ દ્વારા ટીકા કરાઈ રહી છે. એવામાં જોવાનુ એ રહેશે કે શું શાહરૂખની પઠાણ પર આ બોયકૉટ ટ્રેન્ડનો કઈ ફરક પડે છે કે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Bollywood Swaha Film Pathaan boycott Bollywood Bollywood Swaha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ