બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શાહરૂખ ખાનની નવી ફિલ્મનું ટાઈટલ લીક, પુત્રી સુહાના ખાન સાથે કરશે પહેલી મૂવી, જુઓ વાયરલ વીડિયો
Last Updated: 02:23 PM, 29 May 2024
વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 ફિલ્મો રિલીઝ થઈ હતી અને આ યાદીમાં પઠાણ, જવાન અને ડંકીના નામ સામેલ છે. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એવી ધૂમ મચાવી હતી કે બધા દંગ રહી ગયા હતા. આ વર્ષે શાહરૂખ ખાને તેના કોઈ નવા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે શાહરૂખ ખાન હવે ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફરી જોવા મળી શકે છે.
ADVERTISEMENT
King Khan himself, making the unofficial announcement for the much-awaited 'King' movie. ❤️ Get ready for another blockbuster 🔥@iamsrk #ShahRukhKhan #KingKhan #King #SRK pic.twitter.com/wAf9wjsHyp
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) May 28, 2024
હાલમાં કિંગ ખાન આઈપીએલના કારણે લોકો વચ્ચે ચર્ચામાં હતા અને IPL પૂરી થતાની સાથે જ કિંગ ખાનના ચાહકો એ જાણવા આતુર છે કે SRK હવે કઈ ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. સાથે જ આ ફિલ્મનું નામ શું હશે અને તે ક્યારે ફ્લોર પર આવશે? આ દરમિયાન શાહરૂખની આગામી ફિલ્મનું ટાઈટલ પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
#KING pic.twitter.com/KXeVRigqGz
— BRIJWA SRK FAN (@BrijwaSRKman) May 28, 2024
વાત એમ છે કે એક વિડીયોમાં શાહરુખે ભૂલથી તેની આગામી ફિલ્મનું ટાઇટલ લીક કરી દીધું. સામે આવેલી આ ક્લિપમાં, શાહરૂખ ખાન સિનેમેટોગ્રાફર સંતોષ સિવાનને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પિયર એન્જેનીક્સ એક્સેલ લેન્સ એવોર્ડ જીતવા બદલ અભિનંદન આપતા જોવા મળે છે. આ દરમિયાન લોકોનું ધ્યાન એક સ્ક્રિપ્ટ પર પડ્યું, જેનું ટાઇટલ 'કિંગ' લખેલું હતું. આ ક્લિપ જોયા બાદ લોકો હવે કહી રહ્યા છે કે શાહરૂખ ખાન કિંગ નામની ફિલ્મમાં જોવા મળવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં સુહાના ખાન પણ જોવા મળશે.
Letest Megastar @iamsrk sitting with the script of #King! A 2025 release where SRK plays an underworld don💥💥⚡️#ShahRukhKhan#King pic.twitter.com/zAyHsySUNr
— 𓀠Srkian_امرین (@Amreen_Srkian) May 28, 2024
વીડિયોમાં શાહરૂખ ખાન ગ્રે ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેરીને સોફા પર બેઠા છે અને તેની બાજુના ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવી છે. આ વસ્તુઓમાં એક બુકલેટ પણ છે જેના પર મોટા અક્ષરોમાં 'કિંગ' લખેલું છે. શાહરૂખ ખાનના ચાહકો આ બુકલેટને તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે.
આ ફિલ્મને લઈને એવા અહેવાલ છે કે કિંગ પર કામ શરૂ થઈ ગયું છે, શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં તેની પુત્રી સુહાના ખાન હશે. સુજોય ઘોષ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ કિંગ શાહરૂખની પઠાણ અને જવાનથી એકદમ અલગ બનવાની છે. ફિલ્મની વાર્તા ભાવનાત્મક છે જે લોકોને પ્રેરિત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.