બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 03:53 PM, 12 October 2022
ADVERTISEMENT
શાહરૂખે તેના પ્રશંસકો સાથે ખેંચાવી તસ્વીરો
હવે શાહરૂખ ખાને તેના પ્રશંસકો માટે ખાસ સમય તો કાઢ્યો. પરંતુ તેમને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો પણ આપ્યો છે. પ્રશંસકોની સાથે કિંગ ખાનની તસ્વીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે. શાહરૂખ ખાન અત્યારે તેની ફિલ્મ જવાનના શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. ફિલ્મ જવાનનુ શૂટીંગ ચેન્નઈમાં ચાલી રહ્યું છે. એવામાં શાહરૂખ ખાને ચેન્નઈમાં તેના પ્રશંસકોને એક ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપ્યો અને પછી તેની સાથે મુલાકાત પણ કરી. આ વાતની જાણકારી દિગ્ગજ અભિનેતાના ચેન્નઈ ફેન ક્લબે સોશિયલ મીડિયામાં આપી છે. શાહરૂખ ખાનના એક ફેન ક્લબે ટ્વિટર એકાઉન્ટ પર અભિનેતાની તેના ચાહકો સાથેની તસ્વીરોને શેર કરી છે. તસ્વીરોમાં તે તેના પ્રશંસકોની સાથે જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Our #Chennai family with King @iamsrk 😍
— ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) October 8, 2022
Thank You Sir & Team For Everything 🙏🏻#ShahRukhKhan𓀠 #Jawan #SRKCFC pic.twitter.com/nL36lyS8UF
યુઝર્સ કિંગ ખાનના પ્રશંસકોની તસ્વીરોને કરી રહ્યાં છે પસંદ
તસ્વીરોમાં શાહરૂખ ખાનને વ્હાઈટ કલરની હુડી અને બ્લેક કલરના સન ગ્લાસિસમાં જોઇ શકાય છે. પોતાના બધા પ્રશંસકોની સાથે અલગ-અલગ પ્રકારના પોઝ આપી તસ્વીરો પડાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાન અને તેના પ્રશંસકોની તસ્વીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. કિંગ ખાનના પ્રશંસકો તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ સાથે કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ પઠાનમાં દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.