બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શાહરુખ માટે દિવાનગી! 95 દિવસ કામધંધો બંધ કરી મન્નતની બહાર બેસી રહ્યો શખ્સ, કિંગ ખાને આપી સરપ્રાઈઝ
Last Updated: 11:04 PM, 4 November 2024
પેલું કહેવાય છે ને કે જો તમે કોઈ ચીજને દિલથી ચાહો છો, તો આખી કાયનાત તેને મેળવવા તમારી મદદ કરે છે. બસ આવું જ થયું શાહરૂખ ખાનનો જબરા ફેન સાથે થયું. આ ફેન કિંગ ખાનના બંગલાની બહાર છેલ્લા 95 દિવસોથી ઊભો હતો. બસ રાહ જોતો હતો કે ક્યારે શાહરુખની નજર તેના પર પડે અને ક્યારે તેની મુલાકાતની ઈચ્છા પૂરી થાય. છેલ્લે શાહરુખ ખાને ઝારખંડથી આવીને પોતાના ફેનને તે ખુશી આપી કે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. હવે તેની શાહરુખ સાથેની મુલાકાતની ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
झारखंड से आए शेख मोहम्मद अंसारी का @iamsrk से मिलने का सपना हुआ पूरा , बीते 95 दिनों से शेख किंग खान से मिलने के लिए बेताब थे , फिल्मी सितारों के लिए ऐसी दीवानगी कोई नई और असामान्य नहीं है pic.twitter.com/JBdnRA74pS
— Ashish Maheshwari (@Ashish_Media) November 4, 2024
પૂરી થઈ ફેનની રાહ
ADVERTISEMENT
95 દિવસોથી કિંગ ખાનના બંગલા પર એક ટક ગેટ પર નજર જમાવીને બેઠેલા છોકરાનું નામ મોહમ્મદ અન્સારી છે જે ઝારખંડનો રહેવાસી છે. આ મન્નતની બહાર હાથમાં એક પ્લેકાર્ડ કપડાં પહેરીને શાહરૂખથી મળવા આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. અહેવાલો મુજબ 2 નવેમ્બરે શાહરુખના બર્થ-ડે પર ફેંસ મીટઅપ કાર્યક્રમ દરમિયાન અન્સારીની શાહરુખ સાથે મુલાકાત થઈ.
કામ બંધ કરીને પહોંચ્યો હતો મન્નત
આ વ્યક્તિ શાહરુખ ખાન પાછળ એટલો પાગલ હતો કે તે પોતાનું કામ બંધ કરીને સીધો ઝારખંડથી મન્નત પહોંચી ગયો. તેના દિલમાં માત્ર એક ઈચ્છા હતી કે તે પોતાના હીરોની એક ઝલક મળે. એક ઇન્ટરવ્યૂમાં અન્સારીએ કહ્યું હતું કે તે પોતાનું કામ બંધ કરીને ફક્ત શાહરુખ ખાનને મળવા આવ્યો છે. ઘરની બહાર ઊભા-ઊભા એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે.
આ પણ વાંચોઃ સની લિયોનીએ બીજી વખત કર્યા લગ્ન,13 વર્ષ બાદ આ કારણે લીધો નિર્ણય, ત્રણ બાળકો પણ હતા હાજર
બર્થ ડે પર શાહરુખની પોસ્ટ
જન્મદિવસ પર કિંગ ખાને એક ફેન મીટઅપ સેશન પણ રાખ્યું હતું. જે પછી સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેયર કરી. આ ફોટો શેયર કરતા કિંગ ઓફ બૉલીવુડે બધા જ ફેંસનો આભાર વ્યક્ત કર્યો. એક્ટરે લખ્યું, 'તમે બાધા જ અહીં આવ્યા અને આ સાંજને ખાસ બનાવી દીધી. જેઓ મારા જન્મદિવસ પર આ બધું કર્યું અને જેઓ ન કરી શક્યા તેઓને હું મારો પ્રેમ મોકલું છું.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.