બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shafali verma crying after team india u19 women t20 world cup final win watch the video

ક્રિકેટ / VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ આંસુ ન રોકી શકી કેપ્ટન શેફાલી, રડતાં-રડતાં જુઓ શું કહ્યું

Premal

Last Updated: 12:43 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 મહિલા ટી20 વિશ્વ કપનો ખિતાબ જીત્યો. ખિતાબી જીત બાદ ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્મા ઈમોશનલ થઇ ગઇ. શેફાલીએ એક દિવસ પહેલા પોતાનો 19મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. એવામાં વર્લ્ડ કપ જીતે તેમના જન્મ દિવસને વધુ ખાસ બનાવી દીધો.

  • ભારતે ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 મહિલા ટી20 વિશ્વ કપનો ખિતાબ જીત્યો
  • ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્મા ઈમોશનલ થઇ ગઇ
  • શેફાલીએ એક દિવસ પહેલા પોતાનો 19મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો

ભારતે આઈસીસી અંડર-19 મહિલા ટી20 વિશ્વ કપનો ખિતાબ જીત્યો

ભારતે આઈસીસી અંડર-19 મહિલા ટી20 વિશ્વ કપનો ખિતાબ જીત્યો. પોચેફસ્ટ્રૂમના સેનવેસ પાર્કમાં યોજાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમને જીત માટે 69 રનની જરૂર હતી. 36 બોલ બાકી રહેતા જીત પ્રાપ્ત કરી. ચેમ્પિયન બન્યાં બાદ ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્મા ખૂબ લાગણીશીલ થઇ. પ્રેજન્ટેશન સેરેમનીમાં શેફાલી વર્મા થોડો સમય ઊંઘતી રહી. સોશિયલ મીડિયામાં આ ભાવુક કરનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શેફાલી વર્માએ એક દિવસ પહેલા જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. 

2005-2017ના મહિલા ક્રિકેટ વિશ્વ કપના ફાઈનલમાં મળી હતી હાર

ભારતની જૂનિયર અથવા સીનિયર મહિલા ટીમ આની પહેલા ક્યારેય પણ વર્લ્ડ કપ ખિતાબ જીતી શકી નથી. ભારતની સીનિયર ટીમે 2005 અને 2017ના મહિલા ક્રિકેટ વિશ્વ કપના ફાઈનલમાં હાર ભોગવવી પડી હતી. તો 2020ના મહિલા ટી20 વિશ્વ કપ ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઋચા ઘોષ અને શેફાલી વર્મા પણ આ ટી20 ટીમનો ભાગ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Shafali Verma Team India U19 Women T20 World Cup શેફાલી વર્મા U19 Women T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ