બ્રેકિંગ ન્યુઝ
Intern
Last Updated: 11:17 AM, 19 January 2020
ADVERTISEMENT
મેડિકલ તપાસની રિપોર્ટ
કેડીએચમાં મેડિકલ તપાસ બાદ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓએ કહ્યું કે, શબાનાની તબિયતમાં સુધાર થઈ રહ્યો છે અને તેઓ હજી પણ ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમની હાલત સ્થિર છે. અગાઉ શબાના આઝમીને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. (લેફ્ટનન્ટ) કેઆર સાલ્ગોત્રાએ જણાવ્યું કે, શબાના આઝમીનો એક્સ-રે, સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય તપાસ અહીં કરવામાં આવી હતી. તેમને માથામાં, ગળાના સર્વાઇકલ સ્પાઈન, ચહેરા પર અને જમણી આંખમાં ઈજા થઈ છે. ડોક્ટરે કહ્યું તેઓ ભાનમાં આવી ગયા છે અને વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
Maharashtra: An FIR has been registered against Amlesh Kamat, driver of Shabana Azmi in Khalapur on a complaint filed by truck driver. The FIR reads,"due to rash driving by the driver, the car hit the moving truck on Pune-Mumbai Expressway which resulted in the accident."
— ANI (@ANI) January 18, 2020
શબાનાના ડ્રાઈવર પર ટ્રક ડ્રાઈવરે કર્યો કેસ
આ અકસ્માત મુંબઈથી આશરે 60 કીમી દૂર ખાલાપુર પાસે બપોરે સાડા ત્રણની આસપાસ થયો હતો. આ મામલે ટ્રક ડ્રાઈવરે શબાનાના ડ્રાઈવર અમલેશ કામત વિરૂદ્ધ ખાલાપુરમાં કેસ કર્યો છે. ટ્રક ડ્રાઈવરે આરોપ લગાવ્યો છે કે, શબાનાનો ડ્રાઈવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને બીજી ગાડીને ઓવરટેક કરવાની કોશિશમાં ટ્રક સાથે ટક્કર થઈ હતી. તેની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT