બ્રેકિંગ ન્યુઝ
VTV / sex racket taught busted in gwalior, police arrest 3 girls
Hiralal
Last Updated: 03:37 PM, 3 October 2023
ADVERTISEMENT
ગરીબી અને આર્થિક તંગીને કારણે શરીર વેચવું પડે એ કેટલી કરુણતા કહેવાય. ભગવાન ન કરે કે આવું કોઈની સાથે થાય પરંતુ ક્યારેક આવી ઘટનાઓ આપણને કંપાવી મૂકતી હોય છે. અહીં વાત કરવી છે કે એક એવી વૈશ્યાવૃતિની કે જેમાં કેટલીક છોકરીઓને ગરીબી અને આર્થિક તંગીને કારણે પોતાનું શરીર વેચીને પૈસા કમાવા પડ્યાં છે. સમાજ માટે આ શરમજનક છે અને આવું ન થાય તેની આપણા સહુની જવાબદારી છે.
ADVERTISEMENT
ગ્વાલિયરની હોટલમાં ઝડપાઈ એક સગીરા સહિત 4 જવાન છોકરીઓ
ગ્વાલિયર સ્થિત એક હોટલમાં સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે હોટલના રૂમમાંથી પંજાબ, નોર્થ ઇસ્ટ, મુરેના અને ગ્વાલિયરની ચાર કોલ ગર્લ્સની ધરપકડ કરી છે. તેમની સાથે ત્રણ છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. છોકરીઓને બોલાવવામાં આવી. હોટલના રૂમમાંથી ગુનાહિત સામગ્રી પણ મળી આવી હતી.
ભણવાને બહાને નીકળી વૈશ્યાવૃતિમાં આવી
આ છોકરીઓ 20 થી 22 વર્ષની છોકરીઓ છે. પોલીસે જ્યારે તેમની પ્રોફાઈલ ચેક કરી ત્યારે જણાયું કે તે વિદ્યાર્થનીઓની હતી અને ઘેરથી ભણવાને બહાને નીકળી હતી પરંતુ
આર્થિક તંગી અને ગરીબી તેમને વેશ્યાવૃત્તિના બજારમાં ખેંચી લાવી.
ચારમાંથી સગીરને વૈશ્યાવૃતિમાં લવાઈ, બાકીની પૈસા માટે આવી
આ કેસમાં પોલીસે ગ્વાલિયરની પડાવ હોટલમાં દરોડા પાડ્યાં હતા જેમાં એક સગીરા સહિત ચાર યુવતીઓ ઝડપાઈ હતી જે બધી કોલેજિયન હતી. આ તમામ છોકરીઓ આર્થિક રીતે કંગાળ હતી અને પૈસા કમાવવા માટે ભણવાના બહાને અહીં આવીને આવું કામ કરતી હતી. ઝડપાયેલી ચારમાંથી 1 સગીર છે જેને વૈશ્યાવૃતિમાં ધકેલવામાં આવી હતી. જ્યારે બાકીની 3 પૈસા માટે પોતાની મરજીથી હોટલમાં આવી હતી.
સગીરા સાથે શું બન્યું, કેવી રીતે આવી હોટલમાં
આ કેસમાં જે સગીરા ઝડપાઈ છે તેણે પોલીસ પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સગીરાએ કહ્યું કે તેના ઘરની હાલત ખૂબ જ ખરાબ છે. છોકરી 15 વર્ષની છે, પરંતુ તેને નોકરીની જરૂર હતી. જેના પર રાજુ અને તેની પત્ની રિયા નામનો યુવક સગીર પાસે પહોંચ્યો હતો. સગીરની માતાનું થોડા સમય પહેલા મોત નીપજ્યું હતું. અહીં દંપતીએ યુવતી અને તેના પિતાને નોકરી અપાવવાના વાયદાની લાલચ આપી હતી. રોજના એક હજાર રૂપિયા મળે તેવા વાયદામાં તે તેને પોતાની સાથે લાવ્યો હતો. તેને ગ્વાલિયર હોટલમાં લાવ્યા બાદ રાજુએ તેને ધમકાવીને બળાત્કાર ગુજાર્યો હતો અને બળજબરીપૂર્વક વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. આ પછી સગીરા જેમ તેમ કરીને પોલીસમાં પહોંચી અને બનેલું કહ્યું જે પછી પોલીસે દરોડા પાડતાં આખું સેક્સ રેકેટ બહાર આવ્યું હતું.
સગીરાએ કર્યાં ચોંકાવનારા ખુલાસા
પોલીસ પાસે પહોંચેલી સગીરે જણાવ્યું કે, રાજુ તેને સાંજે હોટલમાં લઈ જતો હતો. ત્યાં સાંજથી જ વેશ્યાવૃત્તિનો ધંધો શરૂ થતો હતો. તેને રાતોરાત હોટલના જુદા જુદા રૂમમાં મોકલાતી હતી. સવારે રાજુ તેને ત્યાંથી લઈ જતો હતો. બહારથી આવતી છોકરીઓ સાત-સાત દિવસ આવીને ધંધો કરતી હતી. તેમને બોલાવવા માટે તેમના એજન્ટ સાથે વાત કરવી પડતી હતી. સગીરાની ફરીયાદ વાત પોલીસે પડાવ હોટલમા દરોડા પાડતાં આ આખું કૌભાંડ સામે આવ્યું હતું. સગીરની ફરિયાદ અને માહિતીના આધારે પોલીસે આરોપી સામે બળાત્કાર, પોક્સો એક્ટ અને દેહવ્યાપાર હેઠળ ગુનો નોંધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.