ચંદીગઢ અને લખનઉ બાદ હવે ત્રીજા દિવસે બિહારના પટણામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ
હવે બિહારના પટણાની ફાઈવ સ્ટાર હોટલમાં ઝડપાયું સેક્સ રેકેટ
બે દિવસ પહેલા ચંદીગઢ અને લખનઉમાં પણ ઝડપાઈ હતી છોકરીઓ
ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા
દેશમાં વધુ એક સેક્સ રેકેટ ઝડપાતાં ચકચાર મચી છે. સતત ત્રીજા દિવસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પહેલા ચંદીગઢ અને પછી લખનઉ તથા હવે બિહારના પટણાની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી મોટું દેહ વ્યાપાર કરતી કેટલીક છોકરીઓ અને છોકરાઓ ઝડપાયા છે. પટના પોલીસે પટનાના બિહાટાની ખાનગી હોટલ ઓયોમાં ચાલતું સેક્સ રેકેટ ખુલ્લું પાડ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સંબંધમાં એક ડઝનથી વધુ યુવતીઓ અને એક ડઝનથી વધુ પુરુષોને પકડ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દરોડાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
શું બોલ્યાં ડીએસપી
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) ડો.અનુ કુમારીએ આ કેસ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી પોલીસને ગ્રામજનો પાસેથી માહિતી મળી રહી હતી કે બિહાટામાં "હોટેલ પ્રિન્સ આઈએનએન" નામની સંસ્થા સેક્સ રેકેટ ચલાવવામાં સંડોવાયેલી છે. સ્થાનિક લોકોએ હોટેલ પરિસરમાં અવારનવાર યુવાનો-યુવતીઓ આવતા હોવાનું પણ જણાવ્યું હતું. સંદિગ્ધ હરકતોને કારણે તેમને શંકા પડી અને પોલીસને જાણ કરતા જે પછી તરત પોલીસે દરોડા પાડ્યા જેમાં 25 યુવાન-યુવતીઓ કઢંગી હાલતમા ઝડપાયા હતા.
દરોડામાં પોલીસને શું શું મળ્યું
બાતમીના પગલે પટના પોલીસની ખાસ ટીમને એકઠી કરવામાં આવી હતી, અને એક ખાનગી હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ, ઘણા યુવાન પુરુષો અને સ્ત્રીઓ હોટલના ઓરડાઓની અંદર કઢંગી હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસની કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.
ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા
ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાંના માહોલ જોઈને તે ચકરાવો ખાઈ ગઈ હતી અને તેને પણ શરમ આવી ગઈ હતી. હાલ તો આ સેક્સ પાર્ટીમાં સંડાવાયેલા તમામ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
હોટલવાળા ચલાવતા હતા સેક્સ રેકેટ-ડીએસપી
સેક્સ રેકેટના સૂત્રધારને લઈને પણ ડીએસપીએ ખુલાસો કર્યો છે. ડીએસપીએ કહ્યું કે આ સેક્સ રેકેટ હોટલ મેનેજમેન્ટ જ ચલાવતું હતું. આ કેસોમાં સામેલ યુવતીઓ કોણ હતી તેની તપાસ ચાલી રહી છે.