બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:51 PM, 5 August 2024
પવિત્ર નગરીમાં અનીતિનું મોટું કુધામ ઝડપાયું છે. એક જાણીતી હોટલમાં છેલ્લા ઘણા સમયથી વૈશ્યાવૃતિનો ખેલ ચાલતો હતો. હોટલવાળા બહારથી છોકરીઓને બોલાવીને ધંધો કરાવતા હતા. યુપીના વારાણસીમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રવિવારે એડીસીપી કાશી નીતુ કાદ્યાનના નેતૃત્વમાં સિગરા પોલીસે માલદહિયા ચારરસ્તા પાસે કાર્યરત એક હોટલ પર દરોડો પાડ્યો હતો. હોટલના રૂમમાંથી 10 છોકરીઓને પકડીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. છ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, આ દરોડાએ હોટલ સંચાલકોમાં હલચલ મચાવી દીધી હતી.
ADVERTISEMENT
Varanasi: "I received information from an informant that young boys and girls might be involved in an sex racket at Ranjit Hotel. We went to the location and found at least 10 girls and the same number of boys in an objectionable state in a room. Further investigation is… pic.twitter.com/N3Nk8EvE99
— IANS (@ians_india) August 4, 2024
રુમમાંથી કોન્ડોમ સહિતનો વાંધાજનક સામાન મળ્યો
ADVERTISEMENT
પોલીસ પૂછપરછમા એવું જણાયું કે આ યુવક-યુવતીઓને અરસપરસમાં કોઈ સંબંધ નથી. પકડાયેલી મહિલાઓ વૈશ્યાઓ છે. પોલીસે રુમમાંથી કોન્ડોમ સહિતનો બીજો સામાન પણ મળ્યો છે.
યુવકો ફરાર થતા ઝડપાયાં, યુવતીઓ રુમમાંથી
એડીસીપી કાશી નીતુ કાદ્યાને સિગરા પોલીસની સાથે પ્રખ્યાત હોટલ પર દરોડા પાડ્યાં હતા. પોલીસની નજર પડતાં જ હોટલમાં અંધાધૂંધી મચી ગઈ હતી. પોલીસે પીછો કરીને સ્થળ પરથી નાસી છૂટેલા યુવકોને પકડી લીધા હતા. જ્યારે યુવતીઓ રૂમમાંથી ઝડપાઈ હતી.
વધુ વાંચો : PM શેખ હસીનાના આખા પરિવારને ખતમ કરી દેવાયો હતો, પોતે બચ્યાંતાં, જાણો ખૌફનાક હત્યાકાંડ
છોકરીઓને ઘરનાને સોંપાઈ
સેક્સ રેકેટમાં ઝડપાયેલી છોકરીઓને તેમના ઘરનાને સોંપવામાં આવી હતી. તેમના ઘરનાને ફોન કરીને બોલાવાયાં હતા. બીજી તરફ હોટલ સંચાલક ભાગી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.