બ્રેકિંગ ન્યુઝ
VTV / Sex in Corona Lockdown: Unprotected sex kills 85,000 people HIV positive in 2020-21
Last Updated: 09:31 PM, 27 April 2022
ADVERTISEMENT
2020-21માં જ્યારે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે લગભગ 85,000 લોકો અસુરક્ષિત સેક્સને કારણે એચઆઈવી પોઝિટીવ થયા હતા તેવું આરટીઆઈ ડેટામાં સામે આવ્યું છે.
Sex in Covid lockdown: How many Indians contracted HIV? Here's the number
— ANI Digital (@ani_digital) April 27, 2022
Read @ANI Story | https://t.co/Le7lJLqjhP#lockdown #Covid_19 #HIV #AIDS pic.twitter.com/rfyeBNtTi3
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં 1 વર્ષમાં સૌથી વધારે 10,000 લોકો એચઆઈવી પોઝિટીવ
મધ્યપ્રદેશના આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્ર શેખર ગૌર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ અરજીમાં એવું સામે આવ્યું છે કે કોવિડ લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધારે 10,000 લોકો એચઆઈવી પોઝિટીવ થયા હતા. ત્યાર બાદ બીજા નંબરે આંધ્રપ્રદેશ આવે છે, આ રાજ્યના 9521 લોકો કોવિડ લોકડાઉન દરમિયાન એચઆઈવી પોઝિટીવ થયા હતા. 8947 સંખ્યા સાથે કર્ણાટક ત્રીજા નંબરે છે. ત્યાર બાદ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના નંબર આવે છે. મધ્યપ્રદેશમાં 3,037 લોકો અને બંગાળમાં 2757 લોકો એચઆઈવી પોઝિટીવ થયા હતા.
1 વર્ષમાં 5 રાજ્યમાં કેટલાક એચઆઈવી પોઝિટીવ
(1) મહારાષ્ટ્ર- 10,000 લોકો
(2) આંધ્રપ્રદેશ- 9521 લોકો
(3) કર્ણાટક- 8947 લોકો
(4) મધ્યપ્રદેશ- લોકો
(5) બંગાળ- 2757
અસુરક્ષિત સેક્સને કારણે થયા લોકો એચઆઈવી પોઝિટીવ
કોવિડ લોકડાઉનના એકથી દોઢ વર્ષના સમયગાળામાં અસુરક્ષિત સેક્સને કારણે લોકો એચઆઈવી પોઝિટીવ થયા હતા. આ સમયગાળા દરમિયાન લોકોએ અસુરક્ષિત સેક્સ કર્યું હતું.
10 વર્ષમાં 17 લાખથી વધુ લોકો HIV ગ્રસ્ત
નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને એક આરટીઆઈના પ્રશ્નના જવાબમાં આપેલા આંકડા અનુસાર, અસુરક્ષિત શારીરિક સંબંધોને કારણે દેશમાં છેલ્લા 10 વર્ષમાં 17 લાખથી વધુ લોકો HIV ગ્રસ્ત થયા છે. જો કે આ સમય દરમિયાન HIVથી સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2011-12માં અસુરક્ષિત સેક્સથી HIVનો ચેપ 2.4 લાખ લોકોમાં નોંધાયો હતો, જ્યારે 2020-21માં આ સંખ્યા ઘટીને 85,268 થઈ હતી. આ આરટીઆઈ દાખલ કરી હતી.
રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે HIV
HIV શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જો HIVની સારવાર ન કરવામાં આવે તો તે એઇડ્સ (એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ) તરફ દોરી જઇ શકે છે. ચેપગ્રસ્ત લોહી, વીર્ય અથવા યોનિમાર્ગના પ્રવાહીના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાઈ શકે છે. તાવ, ગળામાં દુખાવો અને થાક જેવા લક્ષણો એચ.આય.વી ચેપના થોડા અઠવાડિયામાં થઈ શકે છે. HIVની કોઈ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી પરંતુ યોગ્ય તબીબી સારવારથી તેને મેનેજ કરી શકાય છે.
AIDSના લક્ષણો
એઇડ્સના લક્ષણોમાં વજન ઘટવું, તાવ અથવા રાત્રે પરસેવો થવો, થાક અને વારંવાર થતા ચેપનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.